Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

કચ્‍છમાંથી ગાંજાનું વાવેતર અને વેચાણ કરનાર સાધુ સહિત બે ઝડપાયા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૭ : પમિ કચ્‍છ એસઓજીએ નખત્રાણાના ઉગેડી ગામે ગાંજાનુ વાવેતર તેમ જ બહારથી મંગાવીને વેંચાણ કરનાર સાધુ સહિત બે ને ઝડપી પાડ્‍યા છે.

મૂળ મધ્‍યપ્રદેશના અને હાલ ઉગેડી હનુમાન ટેકરી ઉપર રહેતા સાધુ બાલકનાથ ગુરુ કૈલાસનાથ (ઉ.૫૨) પાસેથી પોલીસે ગાંજાના ૨૫ છોડ ૬.૭૧૦ કી.ગ્રા. કિ.રૂ. ૬૭,૧૦૦ અને બીજો ૩૮૬ ગ્રામ ગાંજો કિ.રૂ. ૩૮૬૦ ઝડપ્‍યા હતા. ટેકરી ઉપર આ સાધુએ ગાંજા નું વાવેતર કર્યું હતું. આ સાધુની અટક કરાઈ હતી.

જયારે તેની પાસેથી ગાંજો વેંચવા લઈ જનાર નખત્રાણા ના રાજેશ લાલજી ભાટિયાની ૧૫૦ ગ્રામ ગાંજા કિ.રૂ. ૧૫૦૦ સાથે અટક કરાઈ હતી. ગાંજો સુરત અને રાધનપુરથી પણ આ શખ્‍સો મંગાવતા હોવાનું ખુલ્‍યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:47 am IST)