Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

ખંભાળિયા વિસ્‍તારમાં ર૯ સ્‍થળે ગરબી તથા નવરાત્રી ઉત્‍સવો

ખંભાળિયા, તા. ર૭ :  શહેર તથા નજીકના વિસ્‍તારોમાં આ વર્ષે ર૯ સ્‍થળે નવરાત્રિ મહોત્‍સવ તથા ગરબીઓ થતી હોય પો.ઇ.પી. એમ. જુડાળ દ્વારા તમામ સ્‍થળે બંદોબસ્‍ત સાથે નાઇટ પેટ્રોલીંગની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે. તથા રાત્રે ગરબી જોવા નીકળતા લોકોને કોઇ પરેશાનીના થાય તે માટે તથા ટ્રાફિક જામના થાય તે માટે પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

અગાઉ ૪પ/પ૦ ગરબીઓ થતી હતી તેમાં હવે આ વખતે પ્રાચીન અર્વાચીત સાથે માત્ર ર૯ ગરબીઓ જ થાય છે. જેમાં ૩૩ ગ્રૃપની પોલીસ પરેડ ગરબી, પાલિકા દ્વારા રાજયપ્રેરિત લોહાણા મહાજનવાડી, સોનલ માતાજીના મંદિર પાસે, નવદુર્ગ ગરબી આનંદ કોલોની, તિરૂપતિ સોસાયટી, ગરબી, ચામુડા ગરીબ પોલીસ લાઇન, ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ ગરીબ, ભગવતી ગૃપ રાવળદેવ સમાજ, નવાપરા ગરબી મંડળ, સતવારા ગરબી રામ મંદિર પાસે, ગુર્જર સુથાર જ્ઞાતિની વાડી, મચ્‍છુ ગરબી મંડળ લુહારશાલી, આશાપુરા સમાજની વાડી, કલ્‍યાણબાગ સોસાયટી, ચંદ્રભાગા ગરબી તથા ખોડીયાપરા ગરીબ, હરસિધ્‍ધી ગરબી શ્રીજી પાર્ક વિ.નો સમાવેશ થાય છે.  તમામ ગરબીના સ્‍થળે પોલીસ હોમગાર્ડઝ તથા જી.આર.ડી.નો બંદોબસ્‍ત સાથે પેટ્રોલીંગ પોલીસની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

(1:36 pm IST)