Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

જૂનાગઢમાંથી ચોરાઉ મોટર સાયકલ સાથે શખ્‍સ ઝડપાયો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૭:  રેન્‍જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયાતથા પોલીસ અધિક્ષક રવિતેજા વાસમશેટ્ટી વણ શોધાયેલા ચોરીના ગુન્‍હાઓ શોધી કાઢવા સુચનાઓ કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.જી.જાડેજાના સીધા માર્ગદર્શન હેઠ સી. ડીવીઝન પો.સ્‍ટે.ના પો.સબ.ઇન્‍સ. જે.એમ.વાળાની સુચના આધારે સી.ડીવી. પો.સ્‍ટે.ના પોલીસ સ્‍ટાફના માણસો મિલ્‍કત સંબંધી ગુન્‍હાઓ કરતા ગુન્‍હેગારોને શોધી પકડી પાડવા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇસ્‍ટોલ કરેલ સી.સી.ટી.વી. કેમેરાનો તથા મોબાઇલ પોકેટકોપ એપ્‍લીકેશનનો ઉપયોગ કરી ચોર ઇસમને મુદ્દામાલ શોધી કાઢવાની કામગીરીમાં હતા. તે દરમ્‍યાન પો.કોન્‍સ. ચેતનસિંહ સોલંકી તથા કરણસિંહ ઝણકાતને બાતમી હકિકત મળતા ચોરાઉ બાઇક સાથે બિધુત ગોવિંદ માઇતી જાતે હિન્‍દુ રહે. હુગલી ખાનાગોલ પલસભાઇ કોલકતાને ઝડપી પાડયો છે.

આ કામગીરી જૂનાગઢ ‘સી' ડીવીઝન પોલીસ સ્‍ટેશનના પોલીસ સબ ઇન્‍સ. જે.એમ.વાળા તથા નેત્રમ શાખાના પીએસઆઇ પી.એમ.મશરૂ તથા હેડ કોન્‍સ. એ.એમ.સિસોદીયા તથા આઇ.આર.ઝાલા તથા એન.આર. ભેટારીયા તથા કોન્‍સ. ચેતનસિંહ સોલંકી, કરણસિંહ ઝણકાત, દિલીપભાઇ ડાંગર, મનિષભાઇ હુંબલ તથા નેત્રમ શાખાના ચેતનભાઇ સોલંકી, હાર્દિકસિંહ સિસોદીયા તથા એન્‍જી. નિતલબેન મહેતા વિગેરે પોલીસ સ્‍ટાફે સાથે રહી આ કામગીરી કરેલ છે.

(1:45 pm IST)