Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

ગોંડલમાં સર.ભગવતસિહજી એ ભેટ આપેલ ૧૦૬ વર્ષ જુની પ્રાચિન ગરબી

 ગોંડલઃ નાનીબજાર આર્ય શેરીમાં મહારાજા સર ભગવતસિહજીએ ગરબી ભેટ આપીને નવરાત્રીનો પ્રારંભ કરાવ્યો હતો રાજ તરફથી દિવેલ મોકલવામાં આવતું એ સમયે મહારાજા પણ દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવતાં હતા આજે પણ આ ગરબીએ તેમની પ્રાચિન સંસ્કૃતિ જાળવી રાખી છે ત્યારે આ ગરમીનુ સંચાલન સ્વ. તુલશીભાઈ ધડુક દ્વારા કરવામાં આવતું હતું જે પરંપરા તેમના પરિવારના ગૌરાંગ ધડુક આગળ ધપાવી રહ્યા હતાં ત્યારે. આ વર્ષે આર્યશેરી ગૃપના  તેજશ સંપટને પ્રમુખની જવાબદારી આપેલ હતી તેમની દેખરેખ હેથળ  સભ્યશ્રી જયદીપ ઉદેશી, રાકેશ ગોડા, દિપક ખેતીયા,  ગોપાલ ખેતીયા, હિતેશ ભાલાળા, મિતેશ ત્રિવેદી, દર્શન જોષી, નિખીલ ખીલોસિયા, સંજયભાઈ જેઠવા, અનિલ વરીયા, નયન વૈદ,  કિરીટ હિરપરા, કાનભાઈ સંપટ, ચિરાગ જોશી, અરબાઝ સુમરા, મયુરભાઈ ઉદેશી, કાંતિભાઈ શેઠિયા,   વિરલભાઈ વસાણી, જીગ્નેશભાઈ કોણીયા  સહિતના યુવાનો દ્વારા ચાચર ચોકે પ્રાચિન ગરબીની પરંપરા જાળવી રાખી આગળ ધપાવી રહ્યા છે.(તસ્વીર-અહેવાલઃ હરેશ ગણોદીયાઃ ગોંડલ)

(1:54 pm IST)