Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

કુતિયાણા તાલુકા કક્ષા રમતગમત જાગૃતિ કાર્યક્રમ યોજાયોઃ વિજેતા શાળાઓનું સન્માન

(નલીન છુછીયા દ્વારા)તા.૨૭: ગુજરાત સરકારશ્રીના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત ૩૬મા નેશનલ ગેમ્સ કાર્યક્રમ અન્વયે તાલુકા કક્ષાના રમતગમત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો

મોડદર એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીએસ.એમ.જાડેજા કોલેજ કુતિયાણામાં તાલુકા કક્ષાના રમતગમત જાગૃતિ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે રાણાવાવ કુતિયાણા મતવિસ્તારના ધારાસભ્ય કાંધલભાઇ જાડેજાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા. તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અડવાણી અતિથિ વિશેષ તાલુકા પંચાયત પ્રમુખ મશરીભાઇ ખુંટી, નગરપાલિકા પ્રમુખ ઢેલીબેન ઓડેદરાએ હાજર રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપેલ છે.

અધ્યક્ષશ્રી તેમજ પ્રિન્સિપાલશ્રી ડોે.એન.પી. ઓડેદરા તથા અતિથિ વિશેષશ્રીઓ દ્વારા ખેલ મહાકુંભ ૨૦૨૨માં વિજેતા તાલુકાની શાળાઓ ન્યુએરા હાઇસ્કુલખાતેશ્રી, દેવડા હાઇસ્કુલ અને માલ પ્રા.શાળાનું સન્માન કરવામાં આવ્યુ

દેવડા હાઇસ્કુલના આચાર્ય પુંજાભાઇ ઓડેદરા તથા તાલુકાની શાળાઓના શિક્ષકો તેમજ વિદ્યાર્થી પણ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યશ્રી કાંધલભાઇ જાડેજા પ્રિ.ઓડેદરા તેમજ પ્રાધ્યાપકગણ વહીવટીસ્ટાફની ઉપસ્થિતિમાં રસાખેંચ, ચક્રફેંક અને ગોળાફેંક જેવી સ્પર્ધાઓનું આયોજન થયુ હતું

જિલ્લા રમત વિકાસ અધિકારી પોરબંદર ડો.મનિષભાઇ ઝિલડિયાએ રમતગમત જાગૃતિના તાલુકાકક્ષાના કાર્યક્રમ માટે શ્રીએસ.એમ.જાડેજા કોલેજની પસંદગી કરી પરિશ્રમપૂર્વક કાર્યક્રમ પૂર્ણ કર્યો. કરાટે ચેમ્પિયન રાધિકાબેન દવે નેશનલ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓ સામે કરાટેની કૃતિ રજૂ કરી છે.

(1:58 pm IST)