Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

ટંકારાના હરબટીયાળી પાસે બસે બાઇકને ઉલાળતા પ્રૌઢ લવજીભાઇ ગઢીયાનું મોત

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૨૭ : હરબટીયાળી ગામ નજીક  બસે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલક પ્રૌઢનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે મૃતકના પુત્રએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.

 આ અંગે રાજકોટ રહેતા કલ્પેશભાઇ લવજીભાઇ ગઢીયાએ બસના ચાલક ઘમંડારામ ગોમારામ ગોડારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, તેમના ૫૮ વર્ષીય પિતા લવજીભાઇ ભીમજીભાઇ ગઢીયા ટંકારા તાલુકાના જીવાપર ગામે મો.સા રજી નં.ઞ્થ્ ૦૩ થ્લ્ ૭૭૮૯ લઇને તેમના સુરાપુરાને ત્યાં દર્શન કરવા ગયા હતા. એ સમયે તેઓ  મોરબી રાજકોટ હાઇવે હરબટીયાળી ગામના પાટીયા પાસેથી પસાર થતા હતા ત્યારે લકઝરી ટ્રાવેલ્સ બસ રજી.નં. ખ્ય્૦૧વ્ ૮૯૬૯ના ચાલક ઘમંડારામે પોતાના હવાલા વાળી બસ પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી લવજીભાઇના વાહનને ઠોકર  મારતા  લવજીભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને ઘટનાસ્થળે જ કાળ ભેટી ગયો હતો. આ ફરિયાદીના આધારે પોલીસે ઇ.પી.કો કલમ-૨૭૯,૩૦૪ (અ) એમ.વી.એકટ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(2:10 pm IST)