Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

પોરબંદરની ઇન્‍ડિયન ઓવરસીઝ બેન્‍ક સાથે ૧૧ શખ્‍સોની ૪૦.૬૮ લાખની છેતરપીંડી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૭ : પોરબંદરની ઇન્‍ડિયન ઓવરસીઝ બેન્‍ક સાથે લાખો રૂપિયાની છેતરપીંડી થઇ છે. બેન્‍કમાંથી ગોલ્‍ડ લોન મેળવી ૧૧ લોકોએ છેતરપીંડી આચરી છે.

બેંકમાં ખોટા દાગીના સોનાના દાગીના સાચા દર્શાવી બેન્‍ક સાથે છેતરપીંડી કરી છે. બેન્‍કના વેલ્‍યુલરે અને લોન લેનારે સાથે મળી બેન્‍ક પાસેથી ૪૦.૬૮ લાખ રૂપિયાની લોન લીધી હોવાની કમલાબાગ પોલીસ મથકમાં બેન્‍કના અધિકારીએ ફરીયાદ નોંધાવી છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:52 pm IST)