Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

હળવદના પાટીયા ગ્રુપ દ્વારા શકિતરૂપ બાળાઓને આકર્ષક લાણી અપાઇ

હળવદઃ હળવદના પાટીયા ગ્રુપ દ્વારા નવરાત્રિ દરમિયાન બાળાઓને નવદુર્ગા બનાવીને રાસ રમાડવાનો વિવિધ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ ૧૫ ગ્રુપ બનાવવામાં આવ્‍યા હતા. એક ગ્રુપમાં ૩ થી ૧૨ વર્ષની ૯ બાળાઓ હતી અને ૧૩૫થી વધુ બાળાઓએ ભાગ લીધો હતો. રાસમાં ભાગ લેનાર દરેક બાળાઓને આયોજકો દ્વારા આકર્ષક લાણી આપવામાં આવી હતી. દરેક ગ્રુપમાં અલગ અલગ લાણી આપવામાં આવી હતી. જેમકે ચણીયા ચોળી, લિપસ્‍ટિક, રૂમાલ, નેઇલ પોલીસ, માળા, બંગડી, વોટરબેગ, મગ, લંચ બોક્‍સ, ટિફિન, સ્‍ટેશનરી, વગેરે વસ્‍તુઓ લાણીમાં આપવામાં આવી હતી સાથે જ નાસ્‍તામાં ચોકલેટ અને વિવિધ આઈટમો આપવામાં આવી હતી. (તસ્‍વીર-અહેવાલ : દિપક જાની-હળવદ)

(10:31 am IST)