Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

દેશભરમાં ૫૧ શકિતપીઠો પૈકી દ્વારકામાં બિરાજમાન ભદ્રકાલી માતાજી : નવરાત્રીમાં માતાજીની વિશેષ આરાધના-પૂજન

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા,તા. ૨૮ : ભગવાન શ્રીકૃષ્‍ણની રાજધાની યાત્રાધામ દ્વારકામાં પૌરાણિક માન્‍યતાને આધારે ભગવાન શ્રીકૃષ્‍ણકાળનું ભદ્રકાલી માતાજીનું દિવ્‍ય મંદિર દ્વારકાના રાવળા તળાવની પヘમિે આવેલ છે. આ મંદિરમાં નિજમંદિર ઉપરાંત આશાપુરા માતાજી મંદિર પણ આવેલ છે. મુખ્‍યમંદિરના ગર્ભગૃહે ભદ્રકાલી માતાજીની પ્રતિમા, મહાકાલી, મહાલક્ષ્મી તથા મહાસરસ્‍વતીના ત્રણ યંત્રો આવેલા છે. નિજમંદિરમાં આગળના ભાગે ગણપતિ, કાળભૈરવ તથા બટુબ ભૈરવની પ્રતિમાઓ આવેલી છે. મંદિરનું પ્રવેશદ્વાર પૂર્વ તરફ છે. મંડપ પછી ગર્ભગૃહે વિશાળ શિખરબધ્‍ધ રચન છે. મુખ્‍યમંદિરની બાજુમાં આશાપુરા માતાજીનું મંદિર તેમજ પશુપતિનાથ મહાદેવ, હનુમાનજીનું બાળસ્‍વરૂપ અને ચારણગર ઠાકર કુટુંબના દેવ આવેલા છે.

પાર્વતીજીની પગની ઘુંટીનો ભાગ આ સ્‍થાને પડતાં ભદ્રકાલી માતાજી મંદિર સ્‍વરૂપે શકિતપીઠની સ્‍થાપના

પૌરાણિક ધર્મગ્રંથો મુજબ પાર્વતીજી પિતા દક્ષ પ્રજાપતિએ યજ્ઞમાં ભગવાન શંકરજીને આમંત્રણ ન આપતાં પાર્વતીજીએ પોતાની જાતને સમર્પિત કરી ત્‍યારે ભગવાન શંકરે પાર્વતીજીના શરીરેને ઉંચકીને તાંડવ નૃત્‍ય કર્યું હતું ત્‍યારે પાર્વતી દેવીના શરીરના એકાવન ટુકડાઓ થયા હતા અને ટુકડાઓ જે જે સ્‍થળે પૃથ્‍વી પર પડયા તે તે સ્‍થળે શકિતપીઠની સ્‍થાપના થઇ છે. શંકરભગવાનના તાંડવ નૃત્‍ય દરમ્‍યાન પાર્વતી દેવીના પગની ઘુંટીનો ભાગ આ સ્‍થળે પડયો હોવાની અહીં ભદ્રકાલી માતાજીના મંદિર સ્‍વરૂપે શકિતપીઠની સ્‍થાપના થઇ. ભારતવર્ષમાં કુલ એકાવન શકિતપીઠ આવેલી છે. તેમાંની એક શકિતપીઠ દ્વારકાના ભદ્રકાલી માતાજીનું મંદિર છે.

ભદ્રકાલી માતાજીના મંદિરનું સ્‍થાપન કર્યા બાદ શ્રીકૃષ્‍ણે દ્વારકાની રાજગાદી સંભાળી

પ્રાચીન લોકમાન્‍યતા મુજબ ભગવાન શ્રીકૃષ્‍ણે ભદ્રકાલી માતાજીના મંદિરની સ્‍થાપના કરી માતાજીના આશીર્વાદ મેળવ્‍યા બાદ દ્વારકાની રાજગાદી પર બિરાજમાન થયા હતા. ભદ્રકાલી એ મહાકાલીનું શાંત સ્‍વરૂપ છે તેમજ શારદાપીઠ મઠના કુળદેવી છે. શારદાપીઠના શંકરાચાર્યજી જ્‍યારે જ્‍યારે દ્વારકા નગરીમાં પ્રવેશે ત્‍યારે સૌપ્રથમ ભદ્રકાલી માતાજીની પુજા-અર્ચના કર્યા બાદ જ શારદાપીઠમાં પદગ્રહણ કરે છે. નવરાત્રિ દરમ્‍યાન ભકતો પ્રતિદિન સવાર-સાંજ માતાજીની સેવા-પુજા-દર્શન-આરતી કરી ધન્‍યતા અનુભવે છે.

ગુગળી બ્રાહ્મણો દ્વારા પવિત્ર ગોમતીજીમાં દેહશુધ્‍ધિ બાદ માતાજીને નવરાત્રમાં પધારવા આવાહન કરાયું

યાત્રાધામ દ્વારકાના ગુગળી બ્રાહ્મણો દ્વારા આજરોજ અમાસના રોજ ભાદરવા માસનો અંતિમ દિન હોય વહેલી સવારે દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં પરંપરાગત ધોતી તેમજ પાસાબંડી ધારણ કરી વિધિવિધાન સાથે દેહશુધ્‍ધિ કરવામાં આવી હતી.

(10:35 am IST)