Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

દુદાપૂર નજીકથી દૂધના ટ્રેન્‍કરમાંથી ૩૦ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

ધાંગધ્રા અમદાવાદ હાઈવે ઉપરથી દારૂ ઘુસાડવામાં આવતો હોવાની વાતે લઈ છેલ્લા ૧૫ દિવસથી ટિમ વોચમાં હતી : ડ્રાઇવરની અટકાયત

 (ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૨૮

:   ધાંગધ્રા અમદાવાદ હાઈવે ઉપરથી રોજ લાખો રૂપિયાનો દારૂ પસાર થઈ રહ્યો છે ત્‍યારે આ મામલે સુરેન્‍દ્રનગર જિલ્લા તેમજ અલગ અલગ બ્રાન્‍ચની પોલીસો બાતમીઓના આધારે દરોડા પાડતી હોય છે  પરંતુ આજથી ૨૦ દિવસ પહેલા સમગ્ર સુરેન્‍દ્રનગર જિલ્લામાં એક વાત વહેતી થવા પામી હતી. જેમાં ધાંગધ્રા હાઇવે ઉપરથી પસાર થઈ રહેલો વિદેશી દારૂ જે વાહનમાં જઈ રહ્યો  હોવાની વાત પ્રસરતા સમગ્ર ગુજરાતમાં સુરેન્‍દ્રનગર જિલ્લા પોલીસ ચર્ચામાં આવી હતી.

 આ મામલે ઉચ્‍ચતર કક્ષાના અધિકારીઓ દ્વારા તપાસ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે ત્‍યારે આ વાત -સરતાની સાથે ધાંગધ્રા હાઈવે ઉપર અલગ અલગ ગુજરાત રાજ્‍યની ટીમો દ્વારા વોચ ગોઠવી દેવામાં આવી હતી અને છેલ્લા ૧૫ દિવસથી આ સમગ્ર મામલે તપાસ કામગીરી હાથ ધરવામાં આવતી હતી.

 ત્‍યારે ગત રાત્રી દરમિયાન દુદાપુર ચોકડી નજીકથી સુરેન્‍દ્રનગર ધાંગધ્રા હાઇવે ઉપરથી પસાર થઈ રહેલો ૩૦ લાખનો વિદેશી દારૂનો મોટો જથ્‍થો સ્‍ટેટ મોનેટરીંગ ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્‍યો છે ત્‍યારે સ્‍ટેટ મોનિટીરીંગ ટીમને મળેલી ખાનગી બાતમીના આધારે હાઇવે ઉપર દૂધ ભરેલા ટ્રેન્‍કરમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્‍યારે દૂધ ભરેલા ટેન્‍કર માંથી વિદેશી દારૂ ભરેલ જથ્‍થો મળી આવ્‍યો હતો આ મામલે ડ્રાઇવરની અટકાયત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સ્‍ટેટ મોનિટરિંગ ટીમને સફળતા મળી છે તો સ્‍થાનિક પોલીસ અને અન્‍ય જે બ્રાન્‍ચો છે તે શું કામગીરી કરી રહી હશે તે પણ સવાલ ઉદ્દભવી રહ્યો છે.

 દારૂના મોટા  પ્રમાણમાં જથ્‍થો ઝડપાયો હોવાના પગલે ધાંગધ્રા પોલીસ સ્‍ટેશન બહાર જ દારૂ ઉતારી દેવામાં આવ્‍યો છે દારૂ ઉતારી દેવા માટે અંદાજિત ૨૦ થી વધુ કર્મચારીઓ કામે લાગ્‍યા અને મધરાત્રિ સુધી આ પ્રકારની ગણતરી સહિતની કામગીરી ચાલી ત્‍યારે સ્‍ટેટ મોનિટરીંગ ના દરોડા બાદ ચકચાર મચી જવા પામ્‍યો છે ત્‍યારે આ મામલે ધાંગધ્રા પોલીસ સ્‍ટેશનમાં ગુનો દાખલ કરી અને વધુ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે. 

ધાંગધ્રા હાઇવે ઉપરથી પસાર થઈ રહેલા વિદેશી દારૂના જથ્‍થાની વાતની છેલ્લા ૧૫ દિવસથી મેળવવામાં આવી રહી હતી તેવા સંજોગોમાં અગાઉ જે સુરેન્‍દ્રનગર ધાંગધ્રા હાઇવે ઉપર અને ધાંગધ્રા અમદાવાદ હાઈવે ઉપરથી પસાર થઈ રહેલા વિદેશી દારૂની બે આઇસરોની વાતની ટીમને મળી હતી પરંતુ આગળની ચોકડી એટલે કે માલવણ ચોકડી પાસેથી લોકલ ક્રાઈમ બ્રાન્‍ચે દારૂ ભરેલી બંને આઇસરો ઝડપી લીધી હતી. જેથી ધાંગધ્રા વોચ ગોઠવીને ઉભી રહેતી આ ટીમને સફળતા મળી ન હતી ગત રાત્રી દરમિયાન દુદાપુર ગામની ચોકડી પાસે વિદેશી દારૂ દૂધની આડમાં સંતાડવામાં આવ્‍યા હોવાની પણ બાતમી મેં મળી હતી આ જ આધારે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવતા તેમાંથી વિદેશી દારૂ હોવાનો ઘટસ્‍ફોટ થવા પામ્‍યો હતો . દુદાપુર ચોકડી નજીકથી સ્‍ટેટ મોનિટરિંગ ટીમે દરોડા પાડી અને વિદેશી દારૂ ભરેલું ટ્રક ઝડપી પાડવામાં આવ્‍યું છે તેવા સંજોગોમાં દૂધની આડમાં આ વિદેશી દારૂ સંતાડવામાં આવ્‍યું હતું ત્‍યારે ૭૨૦૦ જેટલી વિદેશી દારૂની બોટલો ઝડપી પાડવામાં આવી છે કુલ ૩૦૫૫૯૦૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્‍યો છે વધુ કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે સમગ્ર મુદ્દામાલ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્‍ટેશનમાં ઉતારવામાં આવ્‍યો છે ત્‍યારે ગ્રાઉન્‍ડ આખું દારૂથી ભરાઈ ચૂકયું છે.

 સુરેન્‍દ્રનગર જિલ્લામાં એક તરફ કાયદો અને વ્‍યવસ્‍થા ની પરિસ્‍થિતિ તો કથળતી જઈ રહી છે તેવા સંજોગોમાં ચોરી લૂંટફાટ મારા મારી અને હત્‍યાના બનાવો વધે છે  તેવા સંજોગોમાં ધાંગધ્રા હાઇવે હાલમાં સમગ્ર ગુજરાત રાજ્‍યનો ચર્ચિત હાઇવે બન્‍યો છે ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લામાં હવે પોલીસ સ્‍ટાફમાં પણ ધરખમ ફેરફાર થવાના એંધાણ સ્‍પષ્ટ રીતે મળીરહ્યા છે વિધાનસભાની ચૂંટણી પહેલા ધરખમ ફેરફાર થાય તો તેમાં નવાઈ ન કહેવાય કારણ કે કાયદો અને વ્‍યવસ્‍થા ની પરિસ્‍થિતિના મામલે સુરેન્‍દ્રનગર જીલ્લો સમગ્ર ગુજરાતમાં હાલમાં ચર્ચા માં આવ્‍યો છે.

(11:59 am IST)