Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

રાજયસભાના સાંસદ શકિતસિંહ ગોહિલ બે દિવસ રાજકોટ-સૌરાષ્‍ટ્રની મુલાકાતે

રાજકોટ તા .ર૮ : રાજયસભાના કોંગ્રેસના સાંસદ, અધ્‍યક્ષ ભારતીય કોંગ્રેસ કમિટીના દિલ્‍હીના પ્રભારી તથા રાષ્‍ટ્રીય પ્રવકતા ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા, રાજયના પૂર્વ નાણા આને શિક્ષણ મંત્રી શકિતસિંહ ગોહિલ આજથી બે દિવસ રાજકોટ અને સૌરાષ્‍ટ્રના પ્રવાસે આવ્‍યા છે.

આજે સવારે ૮ વાગ્‍યે રાજકોટના રેસકોર્સ પાસે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે પ્રદેશ કોંગ્રેસના કાર્યક્રમ અધ્‍યક્ષ અને ધારાસભય લલિતભાઇ કગથરા દ્વારા આયોજીત યાત્રામાં  ઉપસ્‍થિત રહ્યા હતા.

ત્‍યારબાદ શકિતસિંહ ગોહિલ રાજકોટ ઇન્‍દીરા ગાંધીની પ્રતિમાં ખાતે કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહ્યા હતા. જયાંથી શાપર (વેરાવળ) ગોંડલ, વિરપુર તથા ખોડલધામ, કાગવડ ખાતે સભામાં ઉપસ્‍થિત રહેશે.

જયારે સાંજે ૬ વાગ્‍યે જામકંડોરણાના ચારેલ ગામમાં જામકંડોરણા તાલુકા રાજપુત સભા દ્વારા આયોજીત સંપર્ક યાત્રા કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે. જયારે આજે બુધવારે રાત્રી રોકાણ રાજકોટમાં કરશે.

કાલે તા. ર૯ ને ગુરૂવારે બપોરે ૧ર થી ૧ દરમિયાન રાજકોટ સર્કિટ હાઉસ ખાતે રાજકોટ શહેરના કોંગ્રેસ કમિટીના કાર્યકરો અને શુભચિંતકો સાથે મુલાકાત કરશે. જયારે બપોરે ૧ થી ૪ દરમિયાન પૂર્વ નિર્ધારીત મુલાકાત કાર્યક્રમ છે સાંજે ૪-૩૦ વાગ્‍યે રાજકોટથી સુરત જવા રવાના થશે અને કાલે સાંજે પ-૪૦ વાગ્‍યે સુરતમાં આગમન થશે અને રાત્રી રોકાણ સુરતમાં થશે.  તા.૩૦ ને શુક્રવારે બપોરે ૧૧ વાગ્‍યે તાપી જીલ્લાના વ્‍યાપી  તાલુકાના કરંજવેલ ગામની મુલાકાતે જશે બપોરે ૧ર-૩૦ વાગ્‍યે કોંગ્રેસના ધારાસભ્‍ય પુનાભાઇ ગામિતની સાથે મુલાકાત કરશે.

 

કોંગ્રેસના શાસનમાં ખેડૂતો માટેનું ડીઝલ સસ્‍તુ હતુહવે બંને ઇંધણના ભાવ એકસમાન : શકિતસિંહ ગોહિલ

રાજકોટ : ચાલો કોંગ્રેસ કે સાથ મા કે દ્વાર યાત્રામાં ઉપસ્‍થિત કોંગ્રેસના રાજયસભાના સાંસદ શક્‍તિસિંહ ગોહિલે જણાવ્‍યું હતું કે, તમામ વર્ગ, ધર્મ, જ્ઞાતિના લોકો બહુ નારાજ છે. કારણ કે ખૂબ મોટી અપેક્ષાઓ સાથે લોકોએ ભાજપને મતો આપ્‍યા હતા. કેન્‍દ્ર સરકાર પર ઢીકરૂ ફોડતા હતા હતા તો હવે કેન્‍દ્ર સરકાર પણ એમની છે. જિલ્લા-તાલુકા પંચાયત પણ લોકોએ આપી દીધી અને એમ છતાં લોકપ્રશ્નો ઉકેલાયો નહી. મોંઘવારી આસમાને પહોંચી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ જુઓ, આંતરાષ્ટ્રીય બજારમાં રાંધણગેસ સસ્‍તો થયો છતાં ૪૦૦ કે ૪૧૫નો બાટલો ૧૦૦૦-૧૧૦૦ રૂપિયાએ પહોંચાડ્‍યો.

વધુમાં શ્રી ગોહિલે જણાવ્‍યું હતું કે, ક્‍યારેય પેટ્રોલ-ડીઝલના ભાવ સરખા નહોતા. ડીઝલ સસ્‍તુ રહેતું હતું, કારણ કે સામાન્‍ય માણસ અને ખેડૂતોને ડીઝલની જરૂર હોય. હવે પેટ્રોલ-ડીઝલના ભાવ સરખા કર્યા અને ૧૦૦ને અંબાડી દીધા. પહેલા કહેતા હતા કે રૂપિયો નબળો પડે તો સમજો દિલ્‍હીની સરકાર નબળી છે. મનમોહનસિંઘની સરકારે ક્‍યારેય રૂપિયાને આવો તૂટવા દીધો નહોતો. રેકોર્ડબ્રેક રૂપિયો તૂટ્‍યો અને સરકારી કર્મચારીનો છેતરવામાં આવ્‍યા છે. અંતમાં શકિતસિંહ ગોહિલે જણાવ્‍યું હતું કે, અમારા કાર્યકર્તાઓ અને નેતાઓ આ રીતે યાત્રાઓ કરી લોકોની વચ્‍ચે જશે. લોકોની સમસ્‍યાને પણ ઉજાગર કરીશું અને અમારો સકારાત્‍મક એજન્‍ડા છે તે કોંગ્રેસની સરકાર બનશે તો લોકહિતમાં જે કામ કરવાના છે તેની વાતો કરીશું.

(3:26 pm IST)