Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

જામકંડોરણામાં રાસ ગરબાની રમઝટ

 જામકંડોરણાઃ પ્રાચીન અર્વાચીન રાસ ગરબાની રમઝટ સાથે નવરાત્રી પર્વની ઉજવણી થઇ રહી છે. શહેરમાં રામ મંદિર, અન્‍નપૂર્ણા માતાજી મંદિર, ખોડીયાર ચોક, હાટકેશ્વર પ્‍લોટ, રઘુનાથજી મંદિર, મહાકાળી માતાજી મંદિર, ભૂલકા ગરબી તેમજ ઇન્‍દીરા નગરમાં નવરાત્રી મહોત્‍સવની ઉજવણી નિમિતે ગરબીઓમાં ખેલૈયાઓ ભાવભેર માતાજીની આરાધના સાથે અનેરા ઉત્‍સાહથી રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. (તસ્‍વીરઃ મનસુખ બાલધા)

(12:07 pm IST)