Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

વિંછીયા માર્કેટિંગ યાર્ડમાં પહેલા નોરતાથી કપાસની હરરાજીનો પ્રારંભ

કપાસની પ્રથમ ગાંસડીનાં શુભ મુર્હતમાં ૨૫૦૦માં હરરાજી થઈ હતી ત્રણ ચાર ગાંસડી ૨૭૦૦નાં ભાવે વેંચાઈ

 (વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.૨૮ : વિંછીયા માર્કેટ યાર્ડ ખાતે પ્રથમ નોરતાથી કપાસની હરરાજીનો પ્રારંભ થયો હતો અને ગાંસડીના અઢી હજારથી વધુ ભાવ ખેડુતોને મળ્‍યા હતા.

તાજેતરમાં વિંછીયા માર્કેટિંગ યાર્ડમાં ચુંટાયેલા નવનિયુક્‍ત પ્રમુખ કડવાભાઈ જોગરજીયા અને સભ્‍યોએ સહકારી ક્ષેત્રનાં ભીષ્‍મ પિતામહ સ્‍વ. વિઠલભાઈ રાદડીયાની પુણ્‍યતિથી નિમિત્તે મહા બ્‍લડ ડોનશન કેમ્‍પ રાખી સરાહનીય કામગીરી કરી હતી. ઉલ્લેખનીય છે કે જસદણ વિંછીયાના ધારાસભ્‍ય કુંવરજીભાઇ બાવળીયા અને પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણીની ચાવીરૂપ ભૂમિકા અને મઘ્‍યસ્‍થથી હરરાજીના પ્રારંભ સાથે જ કપાસની ગાંસડીના પ્રશ્‍નનું નિરાકરણ આવ્‍યું હતુ અને વિવાદનો અંત આવ્‍યો હતો અને હાજર ખેડુતોમાં આનંદની લાગણી પ્રસરી હતી. હરરાજી શુભારંભમા યાર્ડ પ્રમુખ કડવાભાઈ જોગરાજીયા ઉપપ્રમુખ મનસુખભાઇ કોરડીયા અને સામાજીક અગ્રણી વિનોદભાઈ વાલાણી વગેરેએ કરાવ્‍યો હતો.

(12:12 pm IST)