Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

વાંકાનેરના અમીતભાઇ કોટેચાની હત્‍યામાં સરફરાઝ ત્રણ દિ'ના રીમાન્‍ડ ઉપર

જેલમાં રહેલ અન્‍ય બે આરોપીઓનો કબ્‍જો સોંપવાની માંગણી ના મંજુર

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.ર૮ : વાંકાનેરના બિઝનેસમેન અમીતભાઇ કોટેચાની હત્‍યાના મુખ્‍ય સૂત્રધારને કોર્ટે ત્રણ દિ'ના રીમાન્‍ડ ઉપર સોપવા હુકમ કર્યો હતો. જયારે જેલમાં રહેલ અન્‍ય બે આરોપીઓનો કબ્‍જો સોપવાની માંગણી ના મંજુર રાઇ હતી.

વાંકાનેરમાં સતર દિવસ પહેલા લોહાણા યુવાન અમિત કોટેચાની સરાજાહેર હત્‍યા બાદ નાસતા ફરતા મુખ્‍ય આરોપી સરફરાજ હુશેન મકવાણાને પણ પોલીસે પકડી પાડયા બાદ ગઇકાલેકોર્ટમાં રજુ કરી સરકારી વકીલ નેહાબેન અને સર્કલ પોલીસ અધિકારી સોનારાએ સાત દિવસની રીમાન્‍ડની માંગણી કરતા જણાવેલ કે આ બનાવનો મુખ્‍ય સુત્રધાર સરફરાજ મકવાણાની સાથે હાલ મોરબી જેલમાં રહેલા ઇમરાન આરબ તથા ઇનાયત પીપરવાડીયા મળી આ ત્રણેય આરોપીઓએ  જેકંઇ કાવત્રુ રચેલ હોય તે બનાવનીતપાસ માટે અમારે સાત દિવસની રીમાન્‍ડની જરૂર છે.કોર્ટે ત્રણ દિવસના રીમાન્‍ડ મંજુર કરેલ છે અને અન્‍ય બે આરોપીઓને જેલમાંથી લાવવાની માંગણી કોર્ટે ના મજુર કરેલ છ.ે

તપાસનીશ અધિકારી અને સોનારા અને તેની ટીમે વિવિધ વિસ્‍તાર એટલે કે મોરબી, ટંકારા, થાન, ચોટીલા, સુરેન્‍દ્રનગર સહિતના ગામોમાં આજથી જ પોલીસે તપાસ હાથ ધરી છ.ે ગુન્‍હાની એફ.આઇ.આર.માં ૩૦ર સિવાયની ૧ર૦ બી તથા નવા કાયદા મુજબ ૩૪ની કલમનો પોલીસ ઉપયોગ કરી આ બનાવમાં વધુ કયા કયા આરોપીઓ સંડોવાયેલા છે તે અંગે તપાસ હાથ ધરી છ.ે

(12:20 pm IST)