Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ તથા નવયુગ ગ્રુપ દ્વારા છેલ્લા ૪૩ થી વધુ વર્ષની અવિરત ચાલતી નવયુગ ગરબીમાં નાની મોટી બાળાઓ ઉપરાંત ૩૦ થી વધુ બાળકોને કાળી ડાંડીના ડમરા ડાકલાનો અને મહીસાસુર વધનો રાસ જોવો એ એક લ્‍હાવો

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા,તા. ૨૮ : છેલ્લા ૪૩ થી વધુ વર્ષથી અવિરતપણે ચાલતી દેશની પુરાણી ધાર્મિક સંસ્‍કૃતિને ઉજાગર કરતી ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ તથા નવયુગ યુવા ગ્રુપ દ્વારા નવયુગ ગરબી દર વર્ષે નવરાત્રી મહોત્‍સવ ખૂબ જ ભકિતભાવપુર્વક ધામધુમથી ઉજવે છે. સાથે સાથે ધર્મભકિત અને રાષ્‍ટ્રભકિતનો સુમેળ કર્યો છે. આજના ડીસ્‍કો પાર્ટી પ્‍લોટના યુગમાં પ્રેકટીસ કરી નાની નાની બાળાઓ મંડપમાં રાસ રમતી એ ગરબીઓ લુપ્‍ત થતી જાય છે બંધ થતી જાય છે. ત્‍યારે નવયુગ ગરબીએ આજે પણ એ જુના રીત રીવાજ મુજબની એક મહિના સુધી જુદા-જુદા પ્રાચીન રાસની પ્રેકટીસ કરાવી સંગતીમાં પણ આધુનીક સંગીતના સાધનોને બદલે હારમોનીયમ, ઢોલ, તબલા સાથે રાસ રમાડવાની પરંપરા જાળવી રાખી છે આવી ગરબી ઉપલેટામાં હાલમાં એક માત્ર ગરબી રહી છે.

છેલ્લા એકાદ માસથી પ્રેકટીસ કરી માતાજીની આરાધના કરે છે આ ઉપરાંત ૩૦ થી વધુ નાના નાના બાળકોનો વેશભુષાનો ફેન્‍સી રાસ પણ તૈયાર કરવામાં આવ્‍યો  છે જે લોકોનું આકર્ષણનું કેન્‍દ્ર બને છે. ઉપરાંત ડાકલાના કાળી ડાંડીના ડમરાના આકર્ષક રાસમાં લોબાનના ધુપ વચ્‍ચે આ રાસમાં માતાજી દ્વારા મહીસાસુર રાક્ષસનો વધ તથા રાષ્‍ટ્રભકિતનું ગીત ‘આ દેશની ધરતી પર એવા હતા નરબંકા'નો રાસ પણ જોવો એ એક લ્‍હાવો છે. ગરબીમાં રમતી તમામ બાળાઓને રોજેરોજે જુદા-જુદા રંગબેરંગી આકર્ષક ડીઝાઇનના ડ્રેસ અને ગાયક સૌરાષ્‍ટ્રના નામાંકતી સંગીત કલાકારોના સથવારે પ્રાચીન અને અર્વાચીન રાસની રમઝટ જોવા દર વર્ષની જેમ ઉપલેટાની કલાપ્રેમી અને ધાર્મિક જનતા મોટી સંખ્‍યામાં ઉમટી પડે છે.

આ ગરબીમાં મુખ્‍ય સંગીતકાર અને ગાયકો પત્રકાર પરિવાર છે જે ભારે રંગત જમાવે છે તેમજ દરરોજ શહેરના જુદા-જુદા આગેવાનો દ્વારા શાષાોકત વિધીથી પુજન, અર્ચન કરવામાં આવે છે.

આ મહોત્‍સવને નગરશેઠ અમીતભાઇ શેઠ, બિલ્‍ડર્સ ધરણાતભાઇ સુવા, પૂર્વ નગરપતિ રાણીબેન ચંદ્રવાડીયા, દાનભાઇ ચંદ્રવાડીયા, વેપારી આગેવાન જમનભાઇ ગજ્જર, મહાજન અગ્રણી જગદીશભાઇ ગણાત્રા, બાર એસોસીએશન પ્રમુખ રમણીકભાઇ સુતરીયા, સીનીયર એડવોકેટ કિશોરભાઇ રાણીંગા, વેપારી આગેવાન ભીખાલાલ ઝાલાવડીયા, ભરતભાઇ રાણપરીયા, આશિષ લાલકીયા, કેવલ તન્‍ના, જયેશ મારડીયા સહીતના પત્રકારો આગેવાનો હાજર રહ્યા હતા.

(12:25 pm IST)