Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

ધોરાજી આદર્શ સ્‍કૂલમાં એનસીસીનો સીએટીસી કેમ્‍પ યોજાયો

 ધોરાજી : આદર્શ સ્‍કૂલમાં ત્રણ વર્ષ થયા એનસીસી ની શરૂઆત કરવામાં આવેલી છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ તાલીમ લઈ ચૂકયા છે આ વર્ષે  ૮ ગુજરાત બટાલિયન એનસીસી જુનાગઢ દ્વારા સીએટીસી (combined annual training camp)કેમ્‍પનું આયોજન કરવામાં આવેલું હતું કેમ્‍પના કમાન્‍ડિંગ ઓફિસર લેફ્‌ટનન્‍ટ કર્નલ પોલ સ્‍માઇલ  હતા. સાથે પીઆઈ સ્‍ટાફ અને બધી સ્‍કૂલોના એસોસીએટ એનસીસી ઓફિસર પણ આવેલા હતા. આ કેમ્‍પમાં આદર્શ સ્‍કૂલમાંથી ૨૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને બીજી ૧૨ સ્‍કૂલના વિદ્યાર્થીઓ પણ આ કેમ્‍પ માટે આવેલા હતા. આવી રીતે બધા મળીને ૩૯૦ વિદ્યાર્થીઓ હતા ત્‍યાં દરરોજ સવારે પીટી કરાવવામાં આવતી ત્‍યાર પછી વિદ્યાર્થીઓના અલગ અલગ લેક્‍ચર પણ રાખવામાં આવતા જેમાં મેપ રીડિંગ,એડવેન્‍ચર એક્‍ટિવિટી, ફાયરિંગ, ડ્રિલ(પરેડ),ત્‍યાર પછી સાંજના સમયગાળા દરમિયાન ઘણી બધી રમતોની પ્રેક્‍ટિસ કરાવવામાં આવતી આવી રીતે આ ટ્રેનિંગમાં ઘણી બધી સ્‍પર્ધાઓ રાખવામાં આવી હતી જેમાં વોલીબોલ, દોડ, વકળત્‍વ, નિબંધ ફાયરીંગ, ડ્રિલ(પરેડ), આ સ્‍પર્ધાઓમાંથી આદર્શ સ્‍કૂલના વિદ્યાર્થીઓએ ડ્રિલ સ્‍પર્ધામાં દ્વિતીય નંબર પ્રાપ્‍ત કરેલો હતો વકળત્‍વ સ્‍પર્ધામાં દવે દિવ્‍ય એ દ્વિતીય નંબર પ્રાપ્‍ત કરેલો હતો અને નિબંધ સ્‍પર્ધામાં હિરપરા આર્યન એ તળતીય નંબર પ્રાપ્‍ત  કરેલો હતો. (તસ્‍વીર -અહેવાલ : ધર્મેન્‍દ્ર બાબરીયા, ધોરાજી)

(12:30 pm IST)