Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

ટંકારા મહર્ષિ દયાનંદ વિવિધ લક્ષી વિદ્યાલયમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી છ કોમ્‍પ્‍યુટર સેટ અર્પણ

(હર્ષદરાય કંસારા દ્વારા)ટંકારા તા.૨૮ :  ટંકારાની શ્રી મહર્ષિ દયાનંદ વિવિધ લક્ષી વિદ્યાલયમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી છ કોમ્‍પ્‍યુટર સેટ અર્પણ કરાયેલ છે. ટંકારા તાલુકાનીની પ્રખ્‍યાત ગ્રાન્‍ટેડ સ્‍કૂલ શ્રી મહર્ષિ દયાનંદ વિવિધલક્ષી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓનો ઋણ સ્‍વીકાર તથા સન્‍માન સમારોહ યોજાયેલ.

આ સમારોહ આચાર્ય રામદેવજીના અધ્‍યક્ષ સ્‍થાને તથા પ્રમુખ હસમુખભાઈ કંસારા ના પ્રમુખ સ્‍થાને યોજાયેલ.  કાર્યક્રમ ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ ના પતિ  પ્રભુલાલ કામરીયા, સરપંચ ગોરધનભાઈ ખોખાણી તથા માજી સરપંચ ધર્મેન્‍દ્રભાઈ ત્રિવેદી તથા પાંજરાપોળના વ્‍યવસ્‍થાપક રમેશભાઈ ગાંધીના અતિથિ વિશેષ પદે યોજાયેલ.

મહેમાનોનું પુષ્‍પગુચ્‍છ વડે સ્‍વાગત શાળા સ્‍ટાફ દ્વારા તથા શાબ્‍દિક સ્‍વાગત આચાર્ય લાલજીભાઈ કગથરા દ્વારા કરાયેલ.તેમણે શાળામાં સ્‍ટાફ ની ઘટ્ટ હતી ત્‍યારે બબ્‍બે વર્ષ સુધી વિદ્યાર્થીઓને શિક્ષણ આપનાર ભૂતપૂર્વ શિક્ષકોની સેવાને યાદ કરી બિરદાવેલ. સંચાલન સમિતિ ના મંત્રી શાળાની ઓફિસ માં આવતા નથી પરંતુ ક્‍લાસ રૂમ માં શિક્ષકો કેવું ભણાવે છે તે તપાસે છે જેનું અમોને ગૌરવ છે.તેમ જણાવેલ.હાલમાં શાળામાં ધોરણ નવ થી ૧૨ સુધીમાં ૩૩૦ થી વધુ વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરે છે શાળામાં કોમ્‍પ્‍યુટર લેબની સુવિધા છે.

શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા નવનિયુક્‍ત સંચાલન સમિતિના સભ્‍ય જગદીશભાઈ પનારા (બાલાજી પોલિપેક )તથા જગદીશભાઈ કાકાસણીયા (રામકળષ્‍ણ  જીનીંગ અને ઓઇલ મીલ )તથા કનૈયાલાલ બી. શેઠ અખબારી એજન્‍ટ બુદ્ધદેવ ભાઈ પોપટલાલ કંસારાના સુપુત્ર અને ધરમસિંહજી દેસાઈ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ એન્‍જિનિયરિંગ નડિયાદના ડીન કનૈયાલાલ બી શેઠ દ્વારા બબ્‍બે કોમ્‍પ્‍યુટર સેટ શાળાને અર્પણ કરાયેલ. દાતાઓ તરફથી કુલ છ નંગ કોમ્‍પ્‍યુટર સેટ મળેલ છે. શાળાના ભૂતપૂર્વ શિક્ષક ડી. એન. નંદાસણાએ જણાવેલ કે ભૂતપૂર્વ વિધાર્થીઓએ શાળાનું ઋણ સ્‍વીકારી મહર્ષિ દયાનંદ વિવિધ લક્ષી વિદ્યાલય તથા સ્‍ટાફ નું નામ ઉજાગર કરેલ છે.

કે.પી. મેવાએ  શાળાની સ્‍થાપના સંચાલન તથા મકાન બાંધકામમાં સ્‍વ.બુધદેવભાઈ પી કંસારાએ  આપેલ યોગદાનને યાદ કરેલ. અને તેમની સેવાને બિરદાવેલ. શાળાને સ્‍થાપના ૧૯ ૫૯ માં થયેલ શાળાનું પોતાનું મકાન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના તથા દાતાઓના સહયોગથી ૧૯૯૩ માં બનેલ. સ્‍વ.બુધદેવભાઈ પી કંસારાએ સતત ૪૦થી વધુ વર્ષ શાળાના વિકાસ માંટે જહેમત ઉઠાવેલ છે. શાળાને ૬૩ વર્ષ પૂરા થયેલ છે શાળામાંથી અનેક વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરી પોતાનું ઉજ્જવળ ભવિષ્‍ય અને કારકિર્દી બનાવેલ છે. અને સમાજમાં ટોચના સ્‍થાને બિરાજે છે સંસદ સભ્‍ય  મોહનભાઈ કુંડારીયા પણ મહર્ષિ દયાનંદ વિવિધલક્ષી વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.

કોમ્‍પ્‍યુટર દાતા ઉદ્યોગપતિ જગદીશભાઈ પનારા એ જણાવેલ કે આજે મારી જે પ્રગતિ થયેલ છે તે શાળાના માંથી મેળવેલ શિક્ષણ અને શિક્ષકોએ આપેલ સંસ્‍કારને કારણે થયેલ છે અમો એ શાળાનું ઋણ સ્‍વીકારી વિદ્યાર્થીઓને મદદરૂપ થવા પ્રયત્‍ન કરેલ છે.  વિદ્યાર્થીઓને મોબાઈલના  દુરુપયોગ  અને વ્‍યસનથી બચવા અનુરોધ કરેલ.

દાતા જગદીશભાઈ કકાસણીયાએ જણાવેલ કે અમારા વિકાસના પાયામાં આ શાળામાં મેળવેલ શિક્ષણ છે. વિદ્યાર્થીઓને વધુમાં વધુ મહેનત કરી આગળ વધવા અનુરોધ કરેલ.

દાતા કનૈયાલાલ બી. શેઠે જણાવેલ કે મહર્ષિ દયાનંદ વિવિધ લક્ષી વિદ્યાલય તો બગીચો છે તેમાં અમારા જેવા અનેક પુષ્‍પો ખીલેલા છે. અને સમાજમાં શાળાની સુવાસ ફેલાવી રહ્યાં છે . અમો જે કાંઈ છીએ તે શાળા થકી છીએ.  વિદ્યાર્થીઓને હાર્ડવર્ક કરવા અનુરોધ કરેલ .

ટંકારા ના સરપંચ અને શાળાનાં ભુતપૂર્વ વિધાર્થી ગોરધનભાઇ ખોખાણી એ જણાવેલ કે હું જાહેર મંચ પરથી પ્રથમ વખત બોલી રહ્યો છું. શાળા માટે ઉપયોગી થતા મને આનંદ થશે.

પાંજરાપોળના વ્‍યવસ્‍થાપક રમેશભાઇ ગાંધીએ જણાવેલ કે શ્રી મહર્ષિ દયાનંદ વિવિધ લક્ષી વિદ્યાલયની સ્‍થાપનાથી આજ સુધી શિક્ષકો, સ્‍ટાફ શાળાને, વિધાર્થીઓને સમર્પિત મળેલ છે. આ શાળાનાં શિક્ષકો સમાજના સન્‍માનીય વ્‍યક્‍તિઓ છે. શિક્ષણ માં શાળાનું નામ ગૌરવવંતું છે.

પ્રમુખ હસમુખભાઇ કંસારાએ દાતાઓનો આભાર માનેલ. અધ્‍યક્ષ રામદેવજી એ વિધાર્થીઓને કોમ્‍પ્‍યુટરના ઉપયોગ કરી આગળ વધવા અનુરોધ કરેલ. કાર્યક્રમનું સંચાલન દિલીપભાઈ ભાલોડીયા અને આભાર વિધિ  પ્રશાંતભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ.(

(12:33 pm IST)