Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

જૂનાગઢ આહીર કર્મચારી મંડળ દ્વારા પંચામળત કાર્યક્રમ

જૂનાગઢ : આહીર કર્મચારી મંડળ દ્વારા પંચામળત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં છાત્રો, વર્ગ ૧,૨માં નિમણુંક પામેલા અધિકારીઓ, નિવળત કર્મચારીઓ અને વિશિષ્ટ સિધ્‍ધી પ્રાપ્ત કરેલા લોકોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.તેમજ આહીર કર્મચારી મંડળની નવી ઓફીસનું સાંસદ પુનમબેન માડમનાં હસ્‍તે ઉદ્ધાટન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં જામનગરનાં સાંસદ પુનમબેન માડમ, માણાવદરનાં ધારાસભ્‍ય જવાહરભાઇ ચાવડા, તાલાલાનાં ધારાસભ્‍ય ભગવાનજીભાઇ બારડ, અધિક કલેકટર એલ.બી.બાંભણીયા, જિલ્લા પંચાયતનાં પ્રમુખ શાંતાબેન ખટારિયા, દિનેશભાઇ ખટારિયા, મહંત મહાદેવગીરીબાપુ, કોર્પોરેટર કિરીટભાઇ ભીંભા, કનુભાઇ સોરઠિયા સહિતનાં હાજર રહ્યાં હતા અને છાત્રો અને અધિકારીઓને સન્‍માનિત કર્યા હતાં. આ પ્રસંગે ધારાસભ્‍ય ભગવાનજીભાઇએ બારડે, ધારાસભ્‍ય જવાહરભા ચાવડાએ તથા અધિક કલેકટર એલ.બી.બાંભણિયાએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. આ કાર્યક્રમમાં ચાલુ વર્ષે નિવળત થયેલા ૨૦ કર્મચારીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ નિવળત કર્મચારીઓએ પોતાનાં કૌશલ્‍ય પ્રમાણે રોજ એક કલાક કુંટુંબ, ગામ,સમાજ અને રાષ્‍ટ્રને આપવા માટે પ્રતિજ્ઞા લીધી હતી.જૂનાગઢ આહિર કર્મચારી મંડળની સ્‍થાપનાં વર્ષ ૨૦૧૨માં થઇ હતી. દર વર્ષે પંચામળત કાર્યક્રમ કરવામાં આવે છે. આજ સુધીમાં કર્મચારી મંડળ દ્વારા ૨૨૦૦ વિદ્યાર્થીઓ, ૧૧૦ વર્ગ૧,૨માં નિમણુંક પામેલા અધિકારીઓ, ૭૦ વિશિષ્ટ સિધ્‍ધી પામેલાઅને ૧૭૨ નિવળત કર્મચારીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું છે. મહેમાનોનું શબ્‍દોથી સ્‍વાગત ડો. ગીરીશભાઇ કાતરિયાએ કર્યું હતું અને આભાર વિધી મહેન્‍દ્રભાઇ જાદવે કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા  કર્મચારી મંડળનાં સભ્‍યોએ જહેમત ઉઠાવી હતી.(તસ્‍વીર-અહેવાલ : વિનુ જોષી જૂનાગઢ)(

(12:34 pm IST)