Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

સૌરાષ્ટ્ર સમસ્ત બ્રહ્મસમાજના રાસોત્સવમાં ખેલૈયાઓની રમઝટ

જુનાગઢ : સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જુનાગઢ જીલ્લો અને મહાનગર દ્વારા બાલાજી ફાર્મ ચોબારી ફાટક પાસે બ્રહ્મ પરિવારો માટે તદન ફીમાં આયોજન કર્યુ છે. જેમાં લોકગાયક મયુર દવે, આરતીબેન અને તેની ટીમ ઓરકેસ્ટ્રાની સંગાથે ખેલૈયાઓને ભારે ઘેલુ લગાડયું છે અને ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવી રહ્યા છે. જુનાગઢ સમસ્ત બ્રહ્મ સમાજના જીલ્લાના પ્રમુખ કે.ડી. પંડયા શહેર પ્રમુખ પ્રફુલભાઇ જોષી તેમજ શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઇ શર્માના માર્ગદર્શન હેઠળ શૈલેષભાઇ રવિયા પ્રોજેકટ ચેરમેન રૃપલબેન લખલાણી શાસ્ત્રી નરેન્દ્ર પ્રસાદ જોષી વ્યવસ્થા સંભાળી રહ્યા છે. ઉપરોકત તસ્વીરમાં માતાજીની આરતી ઉતારતા અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ પુ. મુકતાનંદબાપુ ભાગવતાઅચાર્ય મહાદેવ પ્રસાદ મહેતા ભજનીક તિરંજન પંડયા તેમજ પુ. બાપુનું સન્માન કરતા શ્રી કે.ડી. પંડયા પ્રફુલભાઇ જોષી તથા પુનિત શર્મા લોકગાયક મયુર દવે અને તેની ટમી ગીતો રજુ કરી રહી છે. અને રાસની રમઝટ બોલાવતા ખેલૈયાઓ નજરે પડે છે. આ તકે ધારાસભ્ય ભીખાભાઇ જોષી છેલભાઇ જોશી, હસુભાઇ જોષી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. (અહેવાલ વિનુજોષી તસ્વીરઃ મુકેશ વાઘેલા)

(1:47 pm IST)