Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

વિધાનસભા ચુંટણીની ચર્ચા માટે મોરબી મહિલા કોંગ્રેસની મીટીંગ મળી

 મોરબી : ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા કાર્યાલય ખાતે મહિલા કોંગ્રેસની મીટીંગ મળી હતી જેમાં પ્રદેશ મહિલા કોંગ્રેસ મહામંત્રી અને મોરબીના સહપ્રભારી શેરબાનું ખલીફા દ્વારા મહિલા સંગઠન મજબુત બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. તેમજ મારું બુથ મારું ગૌરવ કાર્યક્રમ અંતર્ગત પત્રિકા ઘરે ઘરે વિતરણ કરવા મહિલાઓ મેદાને ઉતરી હતી આવનાર વિધાનસભા ચુંટણીમાં મોરબી જીલ્લાની તમામ બેઠકો જીતવાનો સંકલ્‍પ કરવામાં આવ્‍યો હતો જે કાર્યક્રમમાં મહિલા કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરો જોડાયા હતા.

(1:35 pm IST)