Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

જુનાગઢમાં દારૃ વેંચાણનાં પ્રશ્ને આઠ શખ્સોનો સામસામો હુમલો

બંને પક્ષે ફરિયાદ કરતા પોલીસ કાર્યવાહી

 

(વિનુ જોશી દ્વારા)  જુનાગઢ તા.ર૮ : દારૃના વેચાણના પ્રશ્ને આઠ શખ્સોએ સામ સામો હુમલો કર્યાની ફરિયાદ થતાં પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

જુનાગઢમાં ધારાગઢ રોડ પાસે ફિલ્ટર પ્લાન્ટ નજીક રહેતા સાહિલ આમદભાઇ દલ નામના યુવાને પોતાના લતામાં દારૃ વેચવાની ના પાડી હતી.

આ બાબતનું મનદુઃખ રાખી રિયાઝ હુસેનભાઇ હિંગોરા, હૈદર અમુમિંયા કાદરી, ફરહાન ફિરોજખાન પઠાણ અને હમીદ નામનાં શખ્સે સાહિલ ઉપર છરી તથા પાઇપ વડે હુમલો કરી જાનથી પતાવી દેવાની ધમકી આપી હતી.

સામા પક્ષે અગાઉનાં મનદુઃખથી સાહિલ આમદ દલ, અમન ઇકબાલ ખોખર, હસન ઉર્ફે ટકો અને કાગો નામના ઇસમે રિયાઝ હુસેનભાઇ હિંગોરાને રસ્તામાં રોકી લોખંડના પાઇપ તેમજ આડેધડ  ઢીકાપાટુનો માર માર્યો હતો.

આ અંગે બંને પક્ષે ફરિયાદ નોંધાવતા એ ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ મહિલા પી.એસ.આઇ. એ.પી.ડોડીયા ચલાવી રહયા છે.

(1:36 pm IST)