Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

મોરબી - હળવદ ફોરલેન ટેન્‍ડર મંજુર : મોરબી - જેતપર ફોરલેનની મંજુરી તુર્તમાં

બ્રિજેશ મેરજાની જહેમત ફળી : ગ્રામીણ અને ઉદ્યોગ ક્ષેત્રને સુવિધા

મોરબી તા. ૨૮ : મોરબી, હળવદ તેમજ મોરબી, પીપળી, જેતપર મચ્‍છુ રોડને ફોરલેન બનાવવા માટે મોરબીના ધારાસભ્‍ય અને રાજય મંત્રી બ્રિજેશ મેરજાએ બજેટમાં રૂા.૩૦૯ᅠ કરોડ મંજૂર કરાવ્‍યા હોય અને સતત ફોલોઅપ લઈને બંને ફોરલેનના કામો ટેન્‍ડર સ્‍ટેજ સુધી પહોંચ્‍યા હોય જેમાં મોરબી-હળવદ રોડનું રૂ ૧૯૭ કરોડનું ટેન્‍ડર મંજુર કરવામાં આવ્‍યું છે જયારે મોરબી,પીપળી-જેતપરના ટેન્‍ડરની મંજુરી હાથવેંતમાં હોવાનું મંત્રી બ્રિજેશભાઈ મેરજાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યું છે

ઉપરાંત હાલ મોરબી, પીપળી, જેતપર રોડ રીપેરીંગ માટે પણ ૨ કરોડની રીપેરીંગ ગ્રાન્‍ટ મંજુર કરવામાં આવી છે જે રોડ રીપેરીંગ થવાથી સિરામિક એકમો ઉપરાંત જેતપર ગામ જતા રોડ પર આવતા વિવિધ ગામના લોકોને હાલાકી દુર થશે અને ફોરલેન મંજુરી ટૂંક સમયમાં મળી જશે જે બંને રોડના ફોરલેન કામો તુરંત હાથ ધરાય તે માટે પણ સતત માર્ગ અને મકાન વિભાગના અધિકારી સાથે પરામર્શ પણ મંત્રી કરી રહયા છે.

(1:38 pm IST)