Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

દેવભુમી દ્વારકા જીલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વરસાદી ઝાપટા વરસ્‍યા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૮ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઇકાલે હવામાનમાં પલટો થઇ જતા વરસાદી વાતાવરણ સર્જાયું હતું જેમાં ખંભાળિયા તા.નાહેજડાપર, ભીંડી, ખોખરી, વિ. વિસ્‍તારો કલ્‍યાણપુર તા.ના.ર ાણ સહિતના આસપાસના ગામો તથા ભાણવડના તુંદા વિસ્‍તારના ગામોમાં વરસાદી ઝાપટા પડયા હતા.

જો કે વરસાદી હવામાન નિષ્‍ણાત કનુભાઇ કણઝારીયાએ જણાવેલ કે આ છુટા છવાયા વાદળો ભેગા થતા ભાદરવામાં આ સમયે કયાંક છાંટા કે હળવો વરસાદ લાવશે વે જામજોધપુર પંથકમાં વધુ સંભાવના છે.

જો કે ગ્રામ્‍યમા વરસાદના પગલે નવરાત્રીની મોજ માણવા નીકળેલા યુવા વર્ગમાં ટેન્‍શન આવી ગયું હતું પણ ખંભાળિયા શહેરી વિસ્‍તારમાં કયાંય વરસાદ પડયો નહતો.

(1:41 pm IST)