Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

વિસાવદર સ્‍વામી નારાયણ ગુરુકુળમાં નવરાત્રી પર્વ : કે.જી.થી ધો.૧૨ સુધીના બાળકોને વેલડ્રેસ, વેલસ્‍ટેપ, પ્રિન્‍સ, પ્રિન્‍સેસને ઇનામો અપાયા

 (યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૮  : વિસાવદર સ્‍વામિ નારાયણ ગુરુકુળ ખાતે દર વર્ષેની જેમ આ વર્ષ પણ બાળકોમાં રહેલી શ્રુસુપ્ત શક્‍તિઓ બહાર આવે અને નવરાત્રી પર્વની સાચી સમજ શક્‍તિ આવે તે માટે નવરાત્રી પર્વની ભવ્‍ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે.ગુરૂકુળના શાષાી આનંદસ્‍વરૂપ સ્‍વામીના માર્ગદર્શન હેઠળ  પ્રિન્‍સપાલ એ.આર.દોશી, કૅમ્‍પસ ડાયરેક્‍ટર જીતુભાઇ ડોબરીયા-સ્‍ટાફનો દેખરેખમા નવરાત્રીના -થમ નોરતે રાસ ગરબા હરીફાઈ રાખવામાં આવેલ હતી. શાષાી આનંદસ્‍વરૂપ સ્‍વામી તથા જિલ્લા પંચાયતના માજી શિક્ષણ સમિતિના પ્રમુખ રતીભાઈ સાવલીયાએ ઉપસ્‍થિત રહી તેમના વરદ હસ્‍તે ઇનામો આપેલ હતા આ પ્રસંગે મુકુંદસ્‍વામી, રતિબાપા સાવલિયા, દોશીસાહેબ, જીતુભાઇ ડોબરીયા, નિર્ણાયક -મયુરભાઈ ઊંધાડ, ધોરણ - કે. જી. થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓ માટે વેલ ડ્રેસ વેલ સ્‍ટેપ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ૧ થી ૩ નંબરને તથા પ્રિન્‍સ પિં્રસેસ ને પ્રોત્‍સાહીત કરી ઇનામો આપવામાં આવેલ હતા.

(1:44 pm IST)