Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

મોરબીમાં જરૂરિયાતમંદ વિધવા મહિલાને પગભર કરવા સિલાઈ મશીનની ભેટ.

મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા મહિલા ખુમારી પૂર્વક જીવન જીવે તે માટે સરાહનીય કાર્ય

 મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા મહિલા ખુમારી પૂર્વક જીવન જીવે તે માટે સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ જરૂરિયાતમંદ વિધવા મહિલાને પગભર કરવા સિલાઈ મશીનની ભેટ અપાઈ હતી.
મોરબીમાં તાજેતરમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા બહુ જ જરૂરિયાતમંદ વિધવા મહિલા નલીનીબેન જોશીને તેમની આજીવિકા ચલાવવામાં મદદરૂપ થાય તેવી સિલાઈ મશીન ભેટ આપવામાં આવી હતી.. આજે ધનવાન તો તેની જાતે કોઈપણ વસ્તુ ખરીદી શકે છે પરંતુ એવો વર્ગ કે જાતે ખરીદી નથી શકતી કે નથી હાથ લાંબો કરી શકાય, તો આવા જ એક જરૂરિયાત મંદ વિધવા મહિલાને સિલાઈ મશીન ભેટ આપીને તેમને પોતાના પગ પર ઉભા કરીને આત્મનિર્ભર બનાવવાનું પગલું મુસ્કાન ક્લબના સભ્ય બલ્કેશજી મીનાબેન તથા કવિતાબેન મોદાણી આ બંને વ્યક્તિનો યોગદાન મળેલ છે.
આ પ્રોજેક્ટને સફળ બનાવવા રંજના બેન સારડા, પ્રીતિબેન દેસાઈ, માલાબેન કક્કડ, ચંદાબેન કાબરા, કુસુમબેન મિશ્રા, રેખાબેન મોર, નિશાબેન બંસલ, ચેતનાબેન અગ્રવાલ, કલ્પનાબેન શર્મા, કિરણ પ્રીત કોર,રંજનબેન ભાયાણી અને કાજલબેન મહેતા સહિતના સભ્યોએ હાજરી આપી ભારે જહેમત ઉઠાવી હતી.

(11:29 pm IST)