Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

મોરબી – માળિયા સરપંચ એસોસિએશનની રચના થતા જ વિવાદ.

સરપંચ એસો.ના પ્રમુખ-ઉપપ્રમુખની ઘરમેળે વરણી કરવા સામે 50 ગામના સરપંચોનો વિરોધ: જાણ કર્યા વગર પ્રમુખ અને ઉપપ્રમુખ વરણી કરી નાખતા 50 ગામોના સરપંચોએ આ નવી બોડી માન્ય ન હોવાનું અને લેટરપેડનો ગેર ઉપયોગ થાય તો કોઈ લેવા દેવા ન હોવાનો ખુલાસો કર્યો

 મોરબી – માળીયા તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીને લઈને ભારે વિરોધ સાથે વિવાદ જાગ્યો છે. 50 ગામના સરપંચો એવો ખુલાસો કર્યો છે કે, કોઇપણ ગામના સરપંચને જાણ કર્યા વગર મોરબી તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ-ઉપપ્રમુખની ઘરમેળે વરણી કરી નાખી છે. આથી જાણ કર્યા વગર પ્રમુખ અને ઉપપ્રમુખ વરણી કરી નાખતા 50 ગામોના સરપંચોએ આ નવી બોડી માન્ય ન હોવાનું અને લેટરપેડનો ગેર ઉપયોગ થાય તો કોઈ તેમને લેવા દેવા ન હોવાનો ખુલાસો કર્યો છે.

મોરબી -માળીયા(મી. ) તાલુકાના ગામોના સરપંચોએ લેખિતમાં જણાવ્યું હતું કે, મોરબી તાલુકાના અનેક સરપંચોને જાણ કર્યા વગર ઘરમેળે મોરબી તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ પદે કાંતિલાલ મગનલાલ પેથાપરા અને ઉપપ્રમુખ તરીકે બ્રિજરાજસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે. આ એસોસિએશન કોઈને જાણ વગર કુંડલી ગોળ ભાંગી લેવો કહેવત મુજબ બન્યું હોવાનો આરોપ લગાવી બની બેઠેલા તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે 50થી વધુ ગામોના સરપંચોએ વિરોધ કર્યો છે.
વધુમાં અદેપર, જાંબુડિયા,મકનસર, બધુંનગર, જોધપર નદી, પાનેલી, નવાગામ, ઘુંનડા (સ), રવાપર નદી, સાદુંળકા, રંગપર, માળીયા વનાળિયા, ઉંચી મોટી વાવડી, વીરપરડા, ડાયમંડનગર, નીચી માંડલ, શાપર, બહાદુર ગઢ, ગુગંણ, શાપર, ભડિયાદ, લીલાપર, જીકીયારી, રાજપર (કું), આમરણ, અણીયારી લૂંટાવદર, માળીયા મી. તાલુકાના રાસંગપર, તરઘરી, વધારવા, વેજલપર, વેણાસર, ખાખરેચી, જુના ઘાટીલા, કુંભારીયા, માણાબા સહિતના ગામો સહિત 50થી વધુ ગામોના સરપંચોએ હાલના કહેવાતા સરપંચ એસો.ના પ્રમુખ અને ઉપપ્રમુખનો વિરોધ કરી અને આવા એસો. સાથે તેઓ જોડાયા ન હોય તેમને આ વરણી પણ માન્ય ન હોય ભવિષ્ય હોદાનો કે લેટરપેડનો દૂરઉપયોગ થાય તો તેમની કોઈ જવાબદારી રહેશે નહીં તેવો ખુલાસો કર્યો છે.

(1:00 am IST)