Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

કચ્છમાં ગ્રેડ પે મુદ્દે પોલીસ પરિવારો ઉતર્યા રસ્તા ઉપરઃ પૂર્વ અને પશ્ચિમ કચ્છ બન્ને પોલીસ જિલ્લામાં દેખાવો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૮ : ગુજરાત પોલીસના ગ્રેડ પે આંદોલન અંગે સોશ્યલ મીડિયામાં શરૂ થયેલ ઝુંબેશની અસર પોલીસ સ્ટેશનો સાથે રસ્તા ઉપર વરતાઈ છે. કચ્છમાં પૂર્વ અને પશ્યિમ બન્ને પોલીસ જિલ્લાઓમાં ગ્રેડ પે આંદોલન અંગે દેખાવો થયા હતા.

ગાંધીધામ મધ્યે એસપીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. તો ભુજમાં પોલીસ પરિવારો રસ્તા ઉપર ઉતર્યા હતા અને ચક્કાજામ કર્યા હતા. પોલીસ સ્ટેશનોમાં પણ પોલીસ કર્મીઓએ દેખાવો કર્યા હતા. પોલીસ પરિવારના બાળકો સાથે પોલીસ જવાનોએ પોસ્ટર દ્વારા ગ્રેડ પે અંગે ધ્યાન દોર્યું હતું. કચ્છના બન્ને પોલીસ જિલ્લાઓમાં અંતરિયાળ પોલીસ સ્ટેશનો સુધી ગ્રેડ પે ની માંગણી અંગે પોલીસ કર્મીઓ અને તેમના પરિવારજનોનો આક્રોશ વરતાયો હતો.

(2:59 pm IST)