Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને સહાય ચૂકવવા કિસાન કોંગ્રેસ દ્વારા રજુઆત

વઢવાણ,તા.૨૮: સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો નાં પાક ઉપર સતત વરસાદ થકી પાક સંપૂર્ણ રીતે નષ્ટ પામેલ છે ત્યારે અગાઉ પણ રજુઆત કરવામાં આવી હતી અને સરકાર દ્વારા સર્વે ની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ ઓછા સ્ટાફ નાં કારણે મંદગતિએ આ કામગીરી ચાલી રહી છે હાલ જે કામગીરી ચાલે છે તે રીતે સર્વેમાં ઓછામાં ઓછા ચાર મહિના જેટલો સમય ફકત સર્વે માં જ લાગે તેમ છે તો તુરંત સ્ટાફ વધારી કામગીરી પુર્ણ કરવામાં આવે અને હવે પછી ખેડૂતો ને રવિ પાકનું વાવેતર કરવાનો સમયગાળો હોય તો સર્વે થાય પછી જ ખેડૂતો જમીન ખેડાણ કરી અન્ય પાકનું વાવેતર કરવાનું હોય ગોકળગતીએ ચાલતી સર્વે ની કામગીરી સામે ખેડૂતો એ આક્રોશ વ્યકત કર્યો હતો ઉપરાંત છેલ્લા બે વર્ષથી ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કીસાન સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે તે મુજબ ચાર હેકટર વિસ્તાર પ્રમાણે ઓછામાં ઓછાં રૂપિયા ૮૦,૦૦૦ અને વધું માં વધું રૂપિયા એક લાખની સહાય ચૂકવવા રજુઆત સુરેન્દ્રનગર જીલ્લા કિસાન કોંગ્રેસ પ્રમુખ રામકુભાઈ કરપડા દ્વારા કરવામાં આવી હતી આ બાબતે કલેકટર શ્રી ને લેખિતમાં રજૂઆત કરી હતી અને ચિમકી ઉચ્ચારી હતી કે દિવાળી પહેલાં જો સહાય ચૂકવવા માં નહીં આવે તો ખેડૂતો જલદ આંદોલન કાર્યક્રમ આપશે અને કચેરી સામે રામધૂન બોલાવી મુખ્યમંત્રી કીસાન સહાય યોજના નો વિરોધ કરશે આ તકે ખેડૂતો જગદીશભાઈ પટેલ,નિતીન પટેલ, ગણપતભાઇ પટેલ, સહિત નાં અને કોંગ્રેસ કાર્યકરો રજુઆત માં જોડાયાં હતાં.

(10:21 am IST)