Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

ફેબ્રુઆરીમાં કચ્છમાં મંગળ કનેકશન વિશે નાસા સંશોધન કરશે

જુદી-જુદી યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો કચ્છ આવશે

ભુજ તા. ૨૮ : નાસાના મિશન માર્સ અંતર્ગત મંગળ ગ્રહ જેવી જમીન પૃથ્વી પર શોધવાનું કામ હાથ ધરાયું હતું.

કચ્છના માતાના મઢ ખાતે સમાન જમીન હોવાના પ્રાથમિક તારણ બાદ નાસા દ્વારા સંશોધન આગળ વધારવાની વિચારણા થઈ રહી હતી. કોરોનાના કારણે વિલંબ થતાં હવે આવતા વર્ષે ફેબ્રુઆરીમાં નાસા, ઈસરો અને વિશ્વની અનેક યુનિવર્સિટીઓમાંથી વૈજ્ઞાનિકો કચ્છ ખાતે સંશોધન માટે આવશે.

(10:41 am IST)