Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

જીતનગર બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીની મુલાકાત દરમિયાન સાંસદે ત્યાંની વિસ્તૃત માહિતી મેળવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના જીતનગર પાસે આવેલ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની આજરોજ સાંસદ મનસુખભાઇ વસાવા એ મુલાકાત લીધી ત્યારે સાંસદ ના જણાવ્યા મુજબ અહીંયા અતિ આધુનિક રીતે કોલેજ તથા હોસ્ટેલના વિશાળ બિલ્ડીંગનું નિર્માણ થઈ રહ્યું છે, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના કેમ્પસમાં યુનિવર્સિટી ના કુલપતિ મધુકરભાઈ પાડવીની મુલાકાતમાં તેમની પાસેથી બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની તમામ પ્રકારની ફેકલ્ટી વિશે વિસ્તૃત માહિતી મેળવી જેમાં જાણવા મળ્યા મુજબ કોલેજમાં પ્રાધ્યાપકો કાયમી ધોરણે નથી, તો પ્રાધ્યાપકોની કાયમી ધોરણે નિમણુંક થાય તો વધુ સારૂ ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ મળી રહે અને આવનારા દિવસોમાં માસ્ટર ડિગ્રીના અભ્યાસ ક્રમો પણ ચાલુ થાય માટે તમામ પ્રકારનું શિક્ષણ સળંગ એકજ જગ્યાએથી મળી રહશે અને આવનારા બે વર્ષમાં બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી શિક્ષણ જગતમાં ખુબ મોટા ઉંચાઈના શિખરો સર કરશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

(10:57 am IST)