Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

ધર્મગુરૂનું પખવાડીયા પછી સુરતમાં આગમનઃ વ્‍હોરા બિરાદરોમા ખુશાલી

 

જસદણ તા. ર૮ : વિશ્વભરના દાઉદી વ્‍હોરા સમાજના પ૩માં દાઇ (સર્વોચ્‍ય ધર્મગુરૂ) ડો. સૈયદના અબુ જાફરૂસાદીક આલિકદર મુફદ્દલ સૈફુદ્દીન (ત.ઉ.શ.) તા.૧૧ નવેમ્‍બરના દસ દિવસ સુરત પધારવાના હોવાથી દાઉદી વ્‍હોરા સમાજની દરેક સંસ્‍થાઓના સેવાભાવીઓ દ્વારા તૈયારીઓ થઇ રહી છે.

સૌરાષ્‍ટ્ર-કચ્‍છ અને ગુજરાતના ખૂણે ખૂણે વસતા વ્‍હોરા બિરાદરોમાં ખુશાલીના ઘોડાપુર આવ્‍યા હતા. દુનિયાભરમાં ધાર્મિક અને લોકસેવા કાજે વૃધ્‍ધાવસ્‍થામાં પણ પરિભ્રમણ કરનારા વિશ્વ લોકકલ્‍યાણકારી તાજદાર ડો.સૈયદના તાજેતરમાં વિદેશના પ્રવાસેથી આવ્‍યા બાદ પણ દેશના વિવિધ રાજયોમાં પોતાના અનુયાયીઓ અધિકારીઓ પદાધિકારીઓને મળી જનસેવામાં જ પોતાનો સમય ખર્ચનાર ડો. મુફદ્દલ સાહેબના સદ્દગત પિતા બુરહાનુદ્દીન સાહેબ કે જેણે સળંગ પ૦ વર્ષ સુધી બાવનમાં ધર્મગુરૂ તરીકે જે કામ કર્યું તેનો જોટો જડવો મુશ્‍કેલ છે એવા માનવતાવાદી હીઝ હોલીનેસ ડો. બુરહાનુદ્દીન સાહેબની આગામી દિવસોમાં ૧૧૧ મી જન્‍મજયંતિ અને પોતાનો પણ બર્થ ડે મનાવવા સુરત આવશે આ જન્‍મદિન મુબારકના દિવસોમાં સુરતમાં ધાર્મિક સામાજિક સેવાકીય શૈક્ષણીક વૈદકીય કામો દસ દિવસ થશે જે હજ્‍જારો લોકોને ઉપયોગી થશે. આ દિવસોમાં સુરતના તમામ વિસ્‍તારો ઇમારતોને દુલ્‍હનની જેમ શણગાર કરવામાં આવશે સુરતમાં સૈયદનાસાહેબ પધારવાના છ.ે

તેને લઇ દેશ-વિદેશના તેમનાં અનુયાયીઓએ હોટેલ પણ બુક કરાવી લીધી છે. કેટલાક અનુયાયીઓએ દલાલો પાસે ભાડે મકાન ફલેટ પણ લઇ લીધાં હોવાનું જાણવા મળેલ છે સૈયદના સાહેબ ગુજરાત રાજ્‍યની સરકારના મહેમાન બની સુરત આવશે ત્‍યારે અનેક લોકઉપયોગી કાર્યો સાથે શહેરમાં તેમના અનુયાયીઓ માટેશેહરા, મિસાક, નિકાશ જિયારત જિયાફત નમાજ જેવા ધાર્મિક કાર્યો પણ કરવામાં આવશે.

(11:05 am IST)