Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

ડેડાણને તાલુકાનો દરજ્‍જો આપીને આરોગ્‍ય સહિત સુવિધા વધારવા માગણી

ડેડાણ, તા. ૨૮ :. ભૂતકાળમાં જ્‍યાં પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર હતુ જે બિલ્‍ડીંગ ખંઢેર હાલતમાં જોવા મળે છે. ડેડાણ જુમ્‍મા મસ્‍જિદની બાજુમાં અગાઉ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર હતુ, ત્‍યાં જ મેડીકલ ઓફિસરનું પણ રેસીડન્‍સ હતું. અડધી રાત્રે કોઈ વ્‍યકિત બિમાર પડયો હોય અથવા મહિલાઓને ડીલેવરી જેવા કેસ હોય તો અહીંયા જ સારવાર થતી હતી.
આ બિલ્‍ડીંગમાંથી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર બાયપાસ રોડ ઉપર નવી બિલ્‍ડીંગમાં શરૂ કરવામાં આવ્‍યું છે. નવી બિલ્‍ડીંગમાં પીએચસી આવ્‍યા પછીનો ઘણો જ સમય થયો તે સમયથી જ જુનુ બિલ્‍ડીંગ હાલ જર્જરીત હાલત છે. આ બિલ્‍ડીંગ અન્‍ય કાર્યᅠસરકારી ઓફિસ અથવા અન્‍ય કચેરીને સોંપવા અથવા આ બિલ્‍ડીંગમાં માહોલ તાલુકાનો દરજજો આપવા પ્રબળ માંગણી ઉઠી છે.
ડેડાણ ગામની પંદર હજારની આસપાસ વસ્‍તી હોવા છતા તમામ કામ માટે ખાંભા જવુ પડે છે. ડેડાણ ગામ નીચે ૨૨ ગામડા આવ્‍યા છે. તમામ ગામડાને નાનુ મોટુ કામ હોય તો ખાંભા તાલુકા પંચાયત જવુ પડે છે. એટલી વસ્‍તી અને ૨૨ ગામડા ડેડાણની સાથે આવ્‍યા છે, તો ડેડાણ ગામને માહોલ તાલુકાનો દરજ્‍જો આપવો જોઈએ. ડેડાણ ગામથી ઓછી વસ્‍તીવાળા ગામને આવા દરજ્‍જા મળ્‍યા  છે અને પોલીસ સ્‍ટેશન પણ મળ્‍યા છે. હાલ ડેડાણ આઉટ પોસ્‍ટ પોલીસ ચોકી જ છે. રાજકીય નેતા આ બાબતમાં ધ્‍યાન આપે તેવી માગણી ઉઠી છે.

 

(11:08 am IST)