Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

મોરબીમા સમતા ફાઉન્ડેશન દ્વારા વર્ચ્યુઅલ વકતૃત્વ સ્પર્ધા

મોરબીઃ ૭૧ માં રાષ્ટ્રીય સંવિધાન નિમિત્ત્।ે વર્તમાન સમયમાં સંવિધાનનું મહત્વ એ વિષય પર સમતા ફોઉન્ડેશન-મોરબી દ્વારા વર્ચ્યુઅલ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમની શરૂઆત સંવિધાનના રચયિતા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર સાથે કરવામાં આવી હતી.સ્પર્ધામાં કુલ ૨૮ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં પ્રથમ ક્રમે મિથુન વાલજીભાઈ રાણવા, દ્વિતીય ક્રમે ધ્રુવીલ વિરલભાઈ જાનાણી અને તૃતીય ક્રમાંકે સત્યરાજસિંહ વિક્રમસિંહ જાડેજા વિજેતા બન્યા હતા ઇનામ વિતરણ કાર્યક્રમમાં મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતાઓને પ્રોત્સાહિત કર્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમતા ફાઉન્ડેશનના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.વિજેતાઓને ઇનામો અપાયા તે તસ્વીર.

(9:45 am IST)