Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

સોમનાથ દલિત સંગઠન જિલ્લા કારોબારી મળી

 પ્રભાસ પાટણ : સૌરાષ્ટ્ર દલિત સંગઠનની ગીર સોમનાથ જિલ્લા  કોરોબારી બેઠક મળેલ જેમા સંગઠન દ્વારા થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી કોરોના મહામારી સમયે સમાજના નબળા પરિવારોને રાશનકીટ અને અત્યાચારો સામે રજુઆત કરેલ જમીન પ્રકરણ કેસ મા ભુમાફીય સામે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી આગામી સમયે જિલ્લા કક્ષાએ પહેલી જાન્યુઆરી શૌર્ય દિવસ મહોત્સવ ઉજવવાનુ નક્કી કરવામાં આવ્યું આ સમયે નીટ-૨૦૨૦ મા સારા માકર્સ મેળવી મેડીકલ ક્ષેત્રે પ્રવેશ મેળવી સમાજ નુ ગૌરવ વધારેલ તેવા વિધાર્થીનું સન્માન કરવુ શૌર્ય દિવસ મહોત્સવ સમિતિની રચના કરવી શૌર્ય દિવસ મહોત્સવ ના પ્રચાર જિલ્લાના તમામ તાલુકાઓમાં ગામડા સુધી કરવો તેવુ  કારોબારી બેઠકમાં સર્વાનુમતે નિર્ણયો કરેલ અનુ.જાતિ સમાજ ના તમામ વર્ગ માથી આગેવાનો હાજરી આપી કામે લાગી જવા હાકલ કરેલ ઝોનલ સંયોજક ગોવિંદભાઈ ચાવડાએ જણાવાયું છે.કારોબારી બેઠક મળી તે તસ્વીર. (તસવીરઃ દેવાભાઈ રાઠોડ પ્રભાસ-પાટણ)

(9:46 am IST)