Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

ગોંડલની વૃંદાવન પાર્ક સોસાયટીમાં તસ્કરો ત્રાટકયા : ૮૩ હજારની ઉઠાંતરી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૨૮ : ગોંડલમાં નેશનલ હાઇવે ઉપર ખોડલદીપ હોટેલ સામે આવેલ વૃંદાવન પાર્ક-૧માં રહેતા અને કન્ટ્રકશનના વ્યવસાય કરતા રજનીકાંતભાઇ મનસુખભાઇ રૈયાણી તથા તેમના પરિવારજનો રાત્રે ઉપરના માળે સૂતા હતા ત્યારે તસ્કરો મકાનની ડેલી ટપી મકાનમાં પ્રવેશી નીચે હોલની બારીનો સળીયો તોડી હોલની અંદરના કબાટમાં કાળા કલરના થેલામાં રાખેલ ૮૩૩૦૦ની રોકડ રકમ ચોરી કરી ગયા હતા. આ અંગે રજનીકાંતભાઇ રૈયાણીએ અજાણ્યા તસ્કરો સામે ફરીયાદ કરતા ગોંડલ પોલીસે તપાસ હાથ ધરી છે.

દરમ્યાન રાજકોટ ક્રાઇમ બ્રાંચ દ્વારા અન્ય ગુન્હામાં ઝડપાયેલાં શખ્સોની પુછપરછમાં ગોંડલની ચોરીની કબુલાત આપતાં ગોંડલ પોલીસે કબ્જો મેળવવાં તજવીજ હાથ ધરી છે.

(10:29 am IST)
  • પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે આઠમા દિવસે પણ ભાવમાં વધારો ઝીંકાયો: પેટ્રોલમાં 24 પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે 31 પૈસાનો વઘારો થયો :આઠ દિવસમાં પેટ્રોલમાં 1.07 અને ડીઝલમાં 1.86 ૱ નો ભાવ વધારો થયો છે:ભાવ વધારો સવારે છ વાગ્યા થી લાગુ થશે access_time 11:44 pm IST

  • જામનગર જિલ્લાના લાલપુરમાં 2 જૂથ વચ્ચે અથડામણ: 3 લોકો ઘાયલ: મહિલાની છેડતી બાબતે અથડામણ થયાનું પ્રાથમિક તારણ: પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો : ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો access_time 11:48 pm IST

  • ખેડૂતોની ગર્જના : માંગણી નહિ સંતોષાય તો દિલ્હીનો મેઇન હાઇવે જામ કરી દેશું : કૃષિ ખરડાને લઇને ખેડૂતોનો વિરોધ વધી રહ્યો છે : પંજાબ-હરિયાણા-યુપીના ખેડૂતોએ કહ્યું છે કે જો અમારી વાત નહિ સ્વીકારાય તો અમે દિલ્હીનો મુખ્ય હાઇવે જામ કરી દેશું: કાલે મોટાપાયે વિરોધ પ્રદર્શનની તૈયારી થઇ રહી છે access_time 3:19 pm IST