Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

તુવેરના વાવેતર વચ્ચે જુગાર રમતા ૮ ઝડપાયા

વડાલ ગામની સીમમાં પોલીસનો દરોડો

જૂનાગઢ, તા. ૨૮ :. રીડર પો. ઈન્સ. કે.કે. ઝાલાના માર્ગદર્શન હેઠળ એબ્સ્કોન્ડર સ્કોડના પો.સ.ઈ. પી.જે. રામાણી તથા સાયબર પો.સ્ટે.ના પો.સ.ઈ. એસ.જી. ચાવડા તથા પો.સ.ઈ. એચ.એન. ચુડાસમા તથા પો. હેડ કોન્સ. ગીરૂભા વાઘેલા તથા વિકાસભાઈ ડોડીયા તથા જેન્તીભાઈ મેતા તથા રોહીતસિંહ વાળા તથા પો. કોન્સ. ભરતભાઈ ચાવડા તથા પ્રવિણસિંહ મોરી તથા ભૂપતસિંહ સીસોદિયા તથા અરવિંદભાઈ સોલંકી હકીકત આધારે વડાલ ગામે રહેતો રાજેશ ઉર્ફે રાજુ રાણાભાઈ વઘેરા તથા પીયુષભાઈ શૈલેષભાઈ દોંગા પોતાની વડાલ ગામની સીમમાં કાથરોટા રોડ ઉપર આવેલ ખેતરમાં તુવેરના વાવેતરની વચ્ચે ખુલ્લામાં બહારથી માણસો બોલાવી હાજર વરલીનો જુગાર રમાડે છે અને હાલ જુગારની પ્રવૃતિ ચાલુ છે. જેથી હકીકતવાળી જગ્યાએ રેઈડ કરતા રૂ. ૪૨,૬૦૦ તથા મોબાઈલ ફોન નંગ ૯ કિં. રૂ. ૪૭.૦૦૦ તથા મો. નંગ ૧ કિં. રૂ. ૪૦,૦૦૦ તથા ગંજીપત્તાના પાના તથા પાથરણ તથા આંકડા લખેલ પોસ્ટર મળી કુલ કિં. રૂ. ૧,૨૯,૬૦૦નો મુદામાલ સાથે (૧) રાજેશ ઉર્ફે રાજુ રાણાભાઈ વઘેરા (ઉ.વ. ૪૨) રહે. વડાલ હરીજનવાસ, (૨) સાગર ઉર્ફે ભુરો અરવિંદભાઈ તથા ઉ.વ. ૩૩ રહે. વડાલ હરીજનવાસ (રાજુ વઘેરાની સાથે) (૩) ભીખાભાઈ મંગાભાઈ વઘેરા (ઉ.વ. ૫૫) રહે. વડાલ હરીજનવાસ (૪) ભાવીન શિવદાનભાઈ બારોટ (ઉ.વ. ૩૩) રહે. સુદામાનગર જેતપુર, (૫) હેમલ કુમુદરાય જયસ્વાલ (ઉ.વ. ૪૦) રહે. શાંતિનગર જેતપુર, (૬) રાજેશભાઈ સવજીભાઈ સરવૈયા (ઉ.વ. ૩૧) રહે. અકાળા ગામ તા. જેતપુર, (૭) મથુરભાઈ બચુભાઈ વોરા (ઉ.વ. ૫૦) રહે. વિરપુર (શેખવાના), (૮) દિપક વજુભાઈ પરમાર (ઉ.વ. ૨૮) રહે. વડાલ હરીજનવાસને ઝડપી લીધા હતા.

જ્યારે પીયુષ શૈલેષભાઈ દોંગા રહે. વડાલ નાસી ગયો હતો.

(11:51 am IST)