Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

ખંભાળીયામાં સગીર ઉપર ગુડુ હરદાસાણીનંુ દુષ્કર્મઃ ૩ દિ'માં બીજો બનાવ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૮ :.. ખંભાળીયામાં રહેતી સગીરાએ ખંભાળીયા પોલીસમાં ધોનવેલી ફરીયાદમાં  રાવળા પાળામાં  રહેતો ગુડુ ઉર્ફે ધવલ નારણ હરદાસાણીનું નામ આપ્યું છે. ફરીયાદમાં જણાવ્યું છે કે, ગુડુ ઉર્ફે ધવલ મારો અવાર - નવાર પીછો કરી લગ્ન કરવાની લાલચ આપી લલચાવી અવાર-નવાર બળજબરી પૂર્વક શરીર સંબંધ બાંધી અપહરણ કરી લઇ ગયો હતો. પોલીસે સગીરાની ફરીયાદ પરથી શખ્સ વિરૂધ્ધ પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. વધુ તપાસ ખંભાળીયા પીઆઇ જી. આર. ગઢવી ચલાવી રહ્યા છે.

પરિણિતાની પતિ વિરૂધ્ધ પોલીસમાં રાવ

ભાણવડના જશાપર ગામે માવતર ધરાવતી ચંદ્રીકાબેન દિનેશભાઇ વિંઝૂંડા (ઉ.૩પ) નામની અનુજાતિ પરિણીતાએ જામજોધપુરના પરડવા ગામે રહેતાં પતિ દિનેશભાઇ દાનાભાઇ વિંઝૂડા વિરૂધ્ધ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે.

ડીઝલનો જથ્થો બારોબાર વહેંચી નાંખ્યો

જામનગરના ગુરૂદ્વાર ચોકડી પાસે રહેતાં અને વહાણવટાનો ધંધો કરતા ઇમદાદભાઇ અઝીઝભાઇ મેપાણી (ઉ.૪૧) નામના વાઘેર યુવાનો ઓખા મરીન પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, તેમનો ઓખામાં વહાણવટાનો ધંધો હોય અને તેમાં સિકકા રહેતો હારૂન ઇશા મેપાણીનો નોકરી અર્થે રાખ્યો હતો. પરંતુ તેણે વહાણમાં નાખવાનો ડીઝલનો ૩ર૦૦ લીટર જથ્થો કિ. રૂ. ર,૪૦,૦૦૦નો ગેરકાયદેસર રીતે મારી જાણ બહાર અન્ય શખ્સો સાથે મળી સસ્તા ભાવે વહેંચી નાખતાં પોલીસ ફરીયાદ પરથી સિકકા રહેતાં હારૂન મેપાણીની સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:04 pm IST)