Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

મોરબીના આમ આદમી પાર્ટીના ઉમેદવારને પોલીસ રક્ષણ અપાયું.

મોરબીના યમુના નગરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને જીપ વડે કચડી નાખવાના પ્રયાસની ફરિયાદ બાદ ભવિષ્યમાં આવા હુમલાની દહેશત વ્યક્ત કરી પોલીસ રક્ષણ માંગવામાં આવતા પોલીસ રક્ષણ આપવામાં આવ્યું છે. જો કે બી ડિવિઝન પીઆઈએ હુમલાની વાતને નકારી કાઢી હતી.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના યમુના નગરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજભાઈ રાણસરિયા દ્વારા તેમના ઉપર ખુલ્લી જીપમાં આવેલા અજાણ્યા ઇસમોએ વાહનમાં નુકસાન કરી કચડવા પ્રયાસ કરવા અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં અરજી કરી ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે પોલીસ રક્ષણ માંગતા પોલીસ રક્ષણ ફાળવવામાં આવ્યું છે. જો કે, બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈએ હુમલો થયો હોય તેવું જણાતું ન હોવાનું પણ જણાવ્યું હતું.

(10:37 pm IST)