Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

હળવદના રાણેકપર ગામે મજૂરી કામ કરવા કેમ નથી આવતા કહી બે ભાઈઓ ઉપર હુમલો

ઇકો કારથી ટક્કર મારી જમીન પર પછાડી દીધા

( દીપક જાની દ્વારા )હળવદ,તા.૨૮ :  રાણેકપર ગામેં મજૂરી કામ કરવા નહિ જતા બે ભાઈઓ સહિત ત્રણ વ્‍યક્‍તિ ઉપર હુમલો થયાનો બનાવ સામે આવ્‍યો છે. જેમાં ચાર શખ્‍સોએ લોખંડની પાઇપ ફેકી ઇકો કારથી ટક્કર મારી જમીન પર પાડી ઇજા કર્યાની ફરિયાદ નોંધાઈ છે.

  વિગતો અનુસાર ફરિયાદી મહેશભાઇ ધીરૂભાઇ શીવાભાઇ બહાતીયા (ઉ.વ.૨૦) ધંધો-મજુરી . રહે.ગોલાસણ ગામ તા.હળવદ  એ આરોપીઓ સંજયભાઇ વાઘજીભાઇ, મેહુલભાઇ વાઘજીભાઇ, નાથાભાઇ વાઘજીભાઇ, વાઘજીભાઇ (રહે બધા ગોલાસણ ગામ તા.હળવદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૪ના રોજ રાણેકપર ગામ આગળ ડીવીઝન પાસે ફરીયાદીના ભાઇ આરોપીઓ સાથે મજુરી કામ કરતા હોય જે કામ કરવા નહી જતા જેનુ મનદુઃખ રાખી ફરિયાદીના ભાઇ સાથે બોલાચાલી હાથાપાઇ કરી ફરીયાદીના બાઈકને પાછળથી લોખંડની પાઇપ ફેકી ઇકો કારથી ટક્કર મારી જમીન પર પાડી દઇ ફરિયાદીને તથા તેમના ભાઇ વિક્રમભાઇને તથા સાહેદ નવઘણભાઇને જમીન પર પાડી દઇ શરીરે મુઢ ઇજાઓ પહોંચાડી ફરિ.ના ભાઇને માથાના ભાગે તથા હોઠ ઉપર ઇજા પહોંચાડી હતી. આ બનાવની હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:01 pm IST)