Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

જૂનાગઢમાં સ્‍વચ્‍છતા સર્વેક્ષણ -૨૦૨૩ સ્‍પર્ધા

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા. ૨૮ : સરકાર દ્વારા સ્‍વચ્‍છતા સર્વેક્ષણ -૨૦૨૩ આયોજીત કરવામાં આવેલ છે.  સ્‍પર્ધામાં શહેરને દેશમાં પ્રથમ સ્‍થાન આપવાના હેતુસર મહાનગરપાલિકા દ્વારા સ્‍વચ્‍છતા સર્વેક્ષણ અતર્ગત ‘સ્‍વચ્‍છ ટેકનોલોજી ચેલેન્‍જ ' અને ‘સ્‍વચ્‍છ સ્‍પર્ધાનું' આયોજન કરવામાં આવેલ છે. આ સ્‍પર્ધામાં શહેરના તમામ લોકો ભાગ લઈ શકશે તેમજ સ્‍વૈચ્‍છીક સંસ્‍થાઓ, વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકશે. સ્‍પર્ધા અન્‍વયે  સ્‍વચ્‍છ ટેકનોલોજી ચેલેન્‍જ (૧) સામાજિક સમાવેરા (ર) ઝીરો ડમ્‍પ (૩) પ્‍લાસ્‍ટીક વેસ્‍ટ મેનેજમેન્‍ટ (૪) પારદર્શિતા (ડીજીટલ ક્ષમતા) ના વિષયો રહેશે. તેમજ સ્‍વચ્‍છ સ્‍પર્ધાના વિષયો (૧) શેરી નાટક સ્‍પર્ધાઓ (ર) જિગલ્‍સનું કપોજીંગ (૩) મૂવી (૪) પોસ્‍ટર / રેખાંકન (૫) ભીંત ચિત્રો રહેશે. સદરહુ સ્‍પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ.૫૦૦૦-, બીજા વિજેતાને રૂ.૩૦૦૦/- અને ત્રીજા વિજેતાને રૂ&.૨૦૦૦/-નું પુરસ્‍કાર આપવામાં આવશે. સ્‍પર્ધાનુ રજીસ્‍ટ્રેશન તા.૩૦ સુધીમાં કરવાનુ રહેશે. સ્‍વચ્‍છતા સ્‍પર્ધા માટે

https://docs.google.com/forms/d/10bhZZ6cSAFJIWaO9UqX4b44KzArto08lhHej M-u1MM/edit તથા ‘સ્‍વચ્‍છ ટેકનોલોજી ચેલેન્‍જ માટ

https://docs.google.com/forms/d/1c-pyFez009fBM1tauCPfxtZq- 3Z9uTeXe3WfLQaxDDQ/edit ની લીંક પર અચૂક રજીસ્‍ટ્રેશન કરવાનુ રહેશે.વધુ વિગતોની જાણકારી મેળવવા  jmc.mohsanitation@gmail.com પર ઈ-મેઈલ કરી વધુ માહિતીમેળવી શકાશે.

(12:05 pm IST)