Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ગોંડલમાં ૧૦૫ વૃધ્‍ધો, દિવ્‍યાંગોનું ઘર બેઠા મતદાન થયું

સરકારી તંત્રની સરાહનીય કામગીરી : ૧૦ વૃધ્‍ધો હોસ્‍પિટલમાં સારવાર લઇ રહ્યા હોય મતદાનથી વંચિત રહ્યા

ગોંડલ,તા. ૨૮ : વયોવૃદ્ધ અને દિવ્‍યાંગજનો સરળતાથી મતદાન કરી શકે તેનું ચૂંટણી તંત્રએ ખાસ ધ્‍યાન રાખ્‍યું છે. જે અંતર્ગત ગોંડલ વિધાનસભા બેઠકમાં વયોવૃદ્ધ અને દિવ્‍યાંગ મતદારોએ ઘરે બેઠા બેલેટથી મતદાન કર્યું હતું. આ વિધાનસભા બેઠક માટે ૧૦૫ વયોવૃદ્ધ અને દિવ્‍યાંગોએ ઘરે બેઠા બેલેટ પેપર દ્વારા મતદાન કર્યું હતું.

ગોંડલ વિધાનસભા બેઠક માઇક્રો ઓબઝર્વર, મતદાર નાયબ મામલતદાર હેતલબેન ઠાકર, સત્‍યમભાઈ તેરસિયા, નિલેશભાઈ તેમજ કેમેરા મેન અને પોલીસ સ્‍ટાફની હાજરીમાં મતદાન યોજાયું હતું જેમાં ૧૧૫ મતદાતા માંથી ૧૦૫ મતદાતા ઓ એ મતાધિકાર નો ઉપયોગ કર્યો હતો જયારે બાકી રહી જતા ૧૦ મતદારોમાંથી કેટલાક મતદારો ની તબિયત નાદુરસ્‍ત હોય અમદાવાદ રાજકોટ સહિતના વિવિધ શહેરોમાં હોસ્‍પિટલમાં સારવાર હેઠળ હોવાના કારણે તેઓનું મતદાન થઈ શક્‍યું નથી.

(12:08 pm IST)