Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

જૂનાગઢમાં લોહાણા સમાજના મોભી જયેન્‍દ્રભાઇ જોબનપુત્રાને શ્રધ્‍ધાંજલી

જૂનાગઢ : નયના મેડમ નારી સંસ્‍થાન તથા   રઘુવંશી લેડીઝ ક્‍લબના સંસ્‍થાપક તથા લોહાણા જ્ઞાતિના મોભી એવા  જયેન્‍દ્રભાઈ જોબનપુત્રાનું દુઃખદ અવસાન થતા બંને સંસ્‍થા દ્વારા તેના આત્‍માની શાંતિ  તથા સદગતિ માટે આલાપ મ્‍યુઝિકલ ગ્રુપ દ્વારા શ્રધ્‍ધાંજલિનો કાર્યક્રમ રાખેલ હતો જેમાં બહેનો દ્વારા ભક્‍તિમય ગીતો રજૂ કરેલ હતા. આ સાથે તેમણે કરેલા સેવાકીય કાર્યોને પણ યાદ કર્યા હતા. આ તકે  મહેન્‍દ્રભાઈ મશરૂ, ગિરીશભાઈ મશરૂ,પંકજભાઈ પલાણ, ખમીર ભાઈ મજમુદાર, સાધનાબેન નિર્મળ પારૂલબેન સૂચક પૂજાબેન વસંત તથા ચેતનાબેન પંડ્‍યા તથા સભ્‍ય બહેનોએ ખાસ હાજરી આપી હતી. (તસ્‍વીર-અહેવાલ : વિનુ જોષી જૂનાગઢ)

(12:11 pm IST)