Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ધોરાજીના ફરેણી રોડ પર મોટરકાર ઝાડ સાથે અથડાતાં યુવકનું મોત

ધોરાજી,તા. ૨૮ : ફરેણી રોડ પર ઝાડ પર મોટરકાર અથડાતાં અકસ્‍માતના બનાવમાં પટેલ યુવકનું મોત નિપજતાં પોલીસે તપાસ હાથ ધરી છે. ખરાવાડ પ્‍લોટમાં રહેતા અનીલભાઇ વેકરીયાનો પુત્ર પાર્થ વેકરીયા મોટરકાર લઇને ફરેણી રોડથી પસાર થતો હતો ત્‍યારે મોટરકાર અકસ્‍માતે ઝાડ સાથે અથડાતાં આ બનાવમાં પાર્થ વેકરીયાને ગંભીર ઇજા થતા મોત નિપજેલ છે. પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(12:21 pm IST)