Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ચોટીલાના દેવાને પકડી પાસા તળે જેલ મોકલાયો

જુનાગઢ જીલ્લાના દારૂ પ્રકરણમાં

જુનાગઢ તા. ર૮ :.. સુરેન્‍દ્રનગર જિલ્લાના ચોટીલા ગામના દેવા ઉફે કાના રૂડાભાઇ ઘાંઘળ વિરૂધ્‍ધ પાસા વોરન્‍ટ ઇસ્‍યુ કરવામાં આવેલ.

જે પાસા વોરન્‍ટ ઇસ્‍યુ થયા બાદ ક્રાઇમ બ્રાન્‍ચના પો. ઇ. જે. એચ. સિંધવના માર્ગદર્શન  હેઠળ પો. સ. ઇ. જે. જે. ગઢવી તથા એ. એસ. આઇ. નિકુલ એમ. પટેલ તથા પો. હેડ કો. જીતેષ એચ. મારૂ તથા પો. કો. ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા, ભરતભાઇ સોનારાનાઓ વોંચ તપાસમાં હતાં. દરમ્‍યાન હકિકત મળેલ કે, સદર પાસા વોરન્‍ટના આરોપી દેવા ઉર્ફે કાના રૂડાભાઇ ઘાંઘળ રહે. ચોટીલા ગામ, યોગીનગર, ખીમોઇ હોટલ પાછળ વાળો હાલ ચોટીલા જલારામ મંદિરની બાજુમાં રાજ પેટ્રોલીયમ પંપની પાસે હોવાની હકિકત આધારે તાત્‍કાલીક ઉપરોકત ટીમ રવાના કરી તપાસ કરતા આરોપી મળી આવતા હસ્‍તગત કરી પાસા ધારા તળે અટકાયત કરી સેન્‍ટ્રલ જેલ, લાજપોર, સુરત ખાતે મોકલી આપવામાં આવેલ.

આ કામગીરીમાં મેંદરડા પો. સ્‍ટે.ના પો. સબ. ઇ. કે. એમ. મોરી વુ. પો. કો. રાજેશ્રી દિવરાણીયા તથા મેંદરડા પો. સ્‍ટે. પોલીસ કો. સતીષભાઇ વારગીયા વિગેરે પોલીસ સ્‍ટાફએ સાથે રહી કરેલ છે. 

(2:35 pm IST)