Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

જામનગરમા નરેન્દ્રભાઈ મોદીની જાહેરસભા માટે ચુસ્ત બંદોબસ્ત

જામનગર::જામનગરમાં આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના પ્રચાર અર્થે ચૂંટણી સભા યોજાઈ છે. જામનગર - ખંભાળિયા હાઇવે પર લાખાબાવળ નજીક વિશાળ સામિયાણો તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં વડાપ્રધાન સાંજે આવી પહોંચશે અને જંગી જાહેર સભાની સંબોધન કરશે. હાલ સભા સ્થળે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે અને ચુસ્ત બંદોબસ્ત પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે ગોઠવી દેવાયો છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી ,તસવીર : કિંજલ કારસરીયા, જામનગર )

(12:24 pm IST)