Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

રાજયની ગ્રાન્‍ટેડ શાળાઓ પાસેથી ગ્રાંટ રીકવરીની પ્રક્રિયા હાઇકોર્ટે રદ કરી

શાળા સંચાલક મહામંડળનો વિજય

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૨૮: રાજયની ગ્રાન્‍ટેડ શાળાઓને રાજય સરકાર દ્વારા ૨૦૦૦ની સાલમાં ગ્રાંટ અપાઇ હતી તે પછી ૨૦૦૬માં ઓડીટ થતા તેમના ધ્‍યાનમાં ગ્રાંટેડ શાળાઓને વધુ રકમ ચૂકવાઇ હોય તેવું જણાતા ગ્રાંન્‍ટ શાળાઓને વધુ રકમ કરવામાં આવતા આની સાથે રાજયશાળા સંચાલક હાઇકોર્ટના જસ્‍ટીશ ભાર્ગવ કારીયાએ રીકવરીની પ્રક્રિયાને ગેરકાયદે ગણાવી છે. તથા  રદ કરવા હુકમ કર્યો છે.

તેમણે જણાવેલ કે ગ્રાંટ ફાળવેલી સંસ્‍થાઓએ ભ્રષ્‍ટાચાર કર્યો નથી વિભાગ કાર્યમાં ઉપયોગ થયેલ નાણા પરત ના લેવાય કહીને ગ્રાંટ રીકવરી ના કરવા હુકમ કરતા રાજયની ૩૫૦૦ જેટલી ગ્રાંટો શાખાઓને વધુ મોટી રાહત થઇ છે.

(2:34 pm IST)