Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

હવે ભારતીય મૂળની આયુર્વેદ ચિકિત્‍સા ઓસ્‍ટ્રેલિયામાં પણ ફેલાશે : જામનગરમાં એમઓયુ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા. ૨૮ : જામનગરમાં આજે ૨૮ નવેમ્‍બરે ઈન્‍સ્‍ટીટયુટ ઓફ ટીચીંગ એન્‍ડ રીસર્ચ ઈન આયુર્વેદ (ITRA) દ્વારા એક ખાસ પ્‍.૦.શ્‍ થયા છે. જે જામનગર સ્‍થિત વેસ્‍ટર્ન સિડની યુનિવર્સિટી, ઓસ્‍ટ્રેલિયા ખાતે આવેલી રાષ્‍ટ્રીય મહત્‍વની સંસ્‍થા છે. આ સાથે ભારતીય મૂળનો આયુર્વેદ દેશભરમાં ઓસ્‍ટ્રેલિયામાં ફેલાવો થવા જઈ રહ્યો છે.  સૌ પ્રથમ આપણા ભારતીય મૂળના શિક્ષણને ઓસ્‍ટ્રેલિયન વિદ્યાર્થીઓને તેમના પોતાના દેશમાં આયુર્વેદિક શિક્ષણ પદ્ધતિનો અભ્‍યાસ કરવા માટે સુવિધાઓ પ્રદાન થવા જઈ રહ્યું છે. જેના કારણે ઓસ્‍ટ્રેલિયાના લોકોને પણ આયુર્વેદ ચિકિત્‍સા પદ્ધતિનો લાભ મળશે.

આ એમઓયુ પર બંને શિક્ષણ સંસ્‍થાને હસ્‍તાક્ષર કર્યા છે. ઑસ્‍ટ્રેલિયામાં આયુર્વેદમાં શૈક્ષણિક અને સહયોગી સંશોધન પ્રવળત્તિઓ હાથ ધરશે, જેમાં હર્બલ મેડિસિન અને યોગ, તેમજ શૈક્ષણિક ધોરણો અને ટૂંકાથી મધ્‍યમ ગાળાના અભ્‍યાસક્રમો અને શૈક્ષણિક માર્ગદર્શિકાનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે A.T.R.A.  સંસ્‍થાના ડાયરેક્‍ટર વૈદ્ય અનૂપ ઠાકર અને વેસ્‍ટર્ન સિડની યુનિવર્સિટીના વાઇસ ચાન્‍સેલર  પ્રો. બાર્ની ગ્‍લોવર દ્વારા એમ. ઓ. યુ માં હસ્‍તાક્ષર કરવામાં આવ્‍યા હતા.  આ પ્રસંગે A.T.R.A.  ઇન્‍ટરનેશનલ સ્‍ટડીઝના ડીન પ્રો.  મનદીપ ગોયલ અને વેસ્‍ટર્ન સિડની યુનિવર્સિટીમાંથી ડેનિસ ચેન્‍જ અને દિલીપ ઘોષ અને A.T.R.A.  અન્‍ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:24 pm IST)