Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

પોરબંદરમાં શિયાળાની વહેલીસવારે સ્ટ્રીટ લાઇટો બંધ કરાતા અંધારામાં લોકો હેરાન પરેશાન

પોરબંદર તા. ર૮ : શિયાળાની સવારે હજુ અંધારૃ દુર થયું ન હોય ત્યારે સ્ટ્રીટ લાઇટો વહેલી બંધ કરી દેવાતા નગરજનો હેરાન પરેશાન થઇ જાય છ.ે

અખબારના ફેરીયા, દુધના ધંધાર્થીઓ, દેવદર્શને જતા વૃધ્ધો સહિત મોર્નીંગ વોક માટે જતા લોકોને ભારે હેરાનગતિ થાય છ.ે

કોંગ્રેસના આગેવાન રામદેવભાઇ મોઢવાડીયા દ્વારા રજુઆતમાં જણાવાયું છેકે, પોરબંદરમાં છેલ્લા કેટલાક દિવસોથી નગરપાલિકાનું તંત્ર સવારે ૬ વાગ્યા આસપાસ દરમિયાન સ્ટ્રીટ લાઇટો બંધ કરી દે છે. જેના કારણે અખબારના ફેરીયા, દુધના ધંધાર્થીઓ, દેવદર્શને જતા વૃધ્ધો સહિત મોર્નીંગ વોક માટે લોકોને ભારે હેરાનગતી વેઠવી પડે છે એટલું જ નહી પરંતુ ઉદ્યોગનગર સહિત બિરલા ફેકટરીમાં કામ કરતા કામદારોને મજુરો મુખ્યત્વે સાયકલ લઇને મજુરીએ જતા હોય છે તેથી સવારે અંધકારમાં તેઓને પણ હેરાનગતિ થાય છે.

(1:35 pm IST)