Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

જુનાગઢ ભવનાથમાં પોલીસનું કડક પેટ્રોલીંગ૪૦ વાહનોના એનસી કેસ અને ૧૦ વાહનો ડીટેઇન

આવારા તત્‍વો સામે પોલીસ આકરા પાણીએ ડીવાયએસપી હિતેષ ધાંધલ્‍યા તથા પોલીસ અધિકારીઓની ચાંપતી નજર

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૮ :..  જુનાગઢ ભવનાથ વિસ્‍તારમાં શનીવાર રવિવાર દરમ્‍યાન જૂનાગઢ વાસીઓ ઠંડીનો અહેસાસ કરવા પ્રકૃતિ અને ભવનાથ દાદાનું સાનિધ્‍ય મેળવવા મોટી સંખ્‍યામાં ઉમટી પડયા હતાં.

ત્‍યારે જુનાગઢ રેન્‍જના આઇજીપી મયંકસિંહ ચાવડાની સુચના એનએસપી રવિતેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી હિતેષ ધાંધલ્‍યા એલસીબી પી.આઇ. જીતેન્‍દ્રસિંહ સિંધવ ભવનાથ પોલીસ સ્‍ટેશનમાં પીએસઆઇ મહિપતસિંહ ચુડાસમાએ કડક પોલીસ બંદોબસ્‍ત જાળવી  ટ્રાફીક ડ્રાઇવ રાખેલ જેમાં સીન સપાટા કરતા અને ટ્રાફિક નિયમનો ભંગ કરતા ૪૦ વાહન ચાલકો સામે એનસી કેસ કરી સ્‍થળ ઉપર ૪૦૦૦ દંડ વસુલ કરેલ અને ૧૦ વાહનો ડીટેઇન કર્યો હતાં. છેલ્લા કેટલાક સમયથી ભવનાથ વિસ્‍તારમાં છાના ખૂણે અસામાજીક પ્રવૃતિએ ભયનો માહોલ ઉભો કર્યો હતો.

પરંતુ આ બાબત અંગે પોલીસને જાણ થતા રેન્‍જ આઇજીપી શ્રી મયંકસિંહ ચાવડાની સુચના અને એસપી રવિતેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી શ્રી હિતેષ ધાંધલ્‍યાએ ભવનાથ ખાતે ખાનગી પોશાકમાં પેટ્રોલીંગ કરી અને તેમની સાથે એલસીબી પીઆઇ જે. એચ. સિંધવ ભવનાથના પીએસઆઇ એમ. સી. ચુડાસમા સહિત પોલીસ કાફલાએ અસામાજીકો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. જેને લઇને આવારા તત્‍વોમાં ફફડાટ ફેલાયો હતો અને લોકો એ ભયમુકત થઇ મોડી રાત સુધી ઠંડીનો અહેસાસ માણ્‍યો હતો અને તેને શાંતિનો આજે પ્રજાને અનુભવ પણ થયો હતો અને ભવિષ્‍યમાં પણ થયો હતો અને ભવિષ્‍યમાં પણ આવારા તત્‍વો ફરકે નહીં તે માટે લાલ આંખ કરી પોલીસે પ્રજાને શાંતિ સલામતીનો અહેસાસ કરાવ્‍યો હતો. અને પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર ચરિતાર્થ કરેલ ભવનાથ વિસ્‍તારમાં કોઇપણ પ્રકારના અસામાજીક તત્‍વોની રંજાડ હોય તો સીધો ભવનાથ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા પીએસઆઇ એમ. સી. ચુડાસમાએ જાહેર જનતાને જણાવ્‍યું છે. (તસ્‍વીર : મુકેશ વાઘેલા)

(1:37 pm IST)