Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ફલ્લાનાં વૃધ્‍ધે પોસ્‍ટલ બેલેટથી ઘરેથી મત આપ્‍યો

ફલ્લા,તા.૨૮: ફલ્લા ગામના વૃધ્‍ધે ટપાલ મતપત્ર મારફત પોતાનો મત પોતાના નિવાસ સ્‍થાનેથી આપ્‍યો હતો. ૮૦ વર્ષથી મોટી વયના મતદારો ઘરે પોસ્‍ટલ બેલેટથી મતદાન કરી શકવાની સુવિધાને લીધે ફલ્લાના પ્રેસપ્રતિનિધિ મુકેશભાઇ વરિયાના  પિતાશ્રી ભુરાભાઇ હીરાભાઇ વરિયા ૮૬ની વર્ષની ઉંમરે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને સરકારી તંત્રની મતદાનની અપિલને સહકાર આપીને પોતાની ફરજ  બજાવી હતી. ફલ્લામાં આશરે ૩૪૦૦ થી ૩૫૦૦ ના મતદાનમાં આખા ફલ્લા ગામે એક માત્ર ભુરાબાપાએ પોસ્‍ટલ બેલેટથી મતદાન કર્યુ છે. આ પ્રસંગે સરકારી ચુંટણી તંત્રનો તમામ સ્‍ટાફ પોલીસ પહેરા વચ્‍ચે ઉપસ્‍થિત રહીને નિષ્‍પક્ષ અને નિર્વિવાદ મતદાન કરાવ્‍યુ હતું.

(4:24 pm IST)